અમદાવાદ, તા.૧૧
ગુજરાતની ભાજપ સરકારના રાજમાં લોકોના અવાજને ગળે ટૂંપો આપવાનું કામ થઈ રહ્યું છે. લોકોના રોષને ખાળવા પોલીસ તંત્રનો દુરૂપયોગ થઈ રહ્યો છે. એનો ભોગ પ્રથમ પ્રજા બની પછી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો બન્યા. ત્રીજા તબક્કે ટીકાકારો અને રાજકીય વિરોધીઓ બન્યા અને ચોથા તબક્કામાં આમ જનતાની સમસ્યાઓને અવાજ સ્વરૂપે સતત પ્રગટ કરવાનો પ્રયત્ન કરી રહેલી પત્રકારો પણ સરકારના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે એમ ગુજરાતના વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું.
પત્રકારોના કેમેરા છીનવી લેવાની કલંકિત ઘટનાને સમગ્ર કોંગ્રેસ પક્ષ વખોડી કાઢે છે. પત્રકાર જગતના અધિકારો ઉપર તરાપ મારી મીડીયાનું મોઢું બંધ કરવાનું ભાજપનું આ ષડયંત્રનો અમે વિરોધ કરીએ છીએ. એમ જણાવી તેમણે ઉકેર્યું કે, લોકશાહી વ્યરવસ્થામાં સત્યંને બોલવા અને ઉજાગર કરવાનો અધિકાર, બંધારણીય અધિકારોના રક્ષણ કરવાનો અધિકાર, સરકારી નીતિ-રીતિ સામે અસહમતિ પ્રગટ કરવાનો અધિકારનું રક્ષણ કરવા માટે ‘હવે લડશે ગુજરાત, ડરશે નહીં, વારંવાર લડશે ગુજરાત’ એ સંકલ્પ સાથે સમાજના દર્પણ સમાન મીડિયાના મિત્રો નિર્ભય રીતે લોકશાહીને બચાવવાનો સંઘર્ષ કરી રહ્યા છે, એને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ. ગઈકાલે ગુજરાત બંધના એલાન દરમ્યોન વિશ્વમાં ઐતિહાસિક સપાટીએ સમગ્ર ભારતમાં વળોટી ગયેલા ડોલરના ભાવ, પેટ્રોલ-ડીઝલના ભાવ અને તેને કારણે વધેલી મોંઘવારીથી સામાન્ય માણસનો રોષ ખાળવા માટે ગુજરાત સરકારે ગુજરાત બંધ, ભારત બંધનું સમર્થન કરતાં વિવિધ સંગઠનના પ્રતિનિધિઓને દંડાના જોરે દબાવવાનો પ્રયાસ કર્યો તેને વખોડી કાઢીએ છીએ. લોકોના રોષને ખાળવા અને સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે સરકારી તંત્રનો દુરૂપયોગ કરતી પોલીસને પપેટ બનાવીને ગુજરાતના દરેક ગામની ગલીએ વિરોધીઓને ખાળવા માટે પોલીસના દંડાનો ભય દેખાડવા જે ગુજરાત સરકારે વ્યવસ્થા ઊભી કરી હતી, આવી જ પોલીસ તંત્રની વ્યવસ્થા જો ગુજરાતમાં કાયમ બને તો ગુજરાતની મા-બહેન દીકરીની આબરૂ ન લુંટાય, તેની સલામતી વધે, તેના પર અત્યાચારો ન થાય, ચોરી-લુંટના બનાવો રોકી શકાય. કાયદો-વ્યવસ્થાની ગુજરાતમાં કથળેલ સ્થિતિ સુધારવા માટે ગુજરાત માટે પર્યાપ્ત પોલીસનું સંખ્યાાબળ છે એવો અમને અહેસાસ થયો છે. કમનસીબે ભાજપની સરકાર પોલીસ તંત્રને પ્રજાની રક્ષામાં રોકવાના બદલે સરકારી સૂચનાઓનું પાલન કરવા અને એમને નિષ્ઠાપૂર્વકની સેવા કરતા રોકી રહી છે. જગતના તાતના કલ્યાણ માટે ૧૮ દિવસથી અન્નનો ત્યાગ કરનાર હાર્દિક પટેલના પારણાં લટકાવી રાખનાર ભાજપ સરકારે બાળ હત્યાની સોપારી લીધી હોવાનો આક્રોશ વ્યક્ત કરતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકારને હાર્દિક પટેલ સાથે સીધો સંવાદ કરી સકારાત્મક ઉકેલ લાવવા અપીલ કરી છે. તેમણે ભાજપ સરકારની નીતિરીતી સામે રોષ વ્યકત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર વર્ગવિગ્રહ કરાવવાના બદઈરાદાથી અશાંતિનું આંધણ મૂકવાનું ષડ્યંત્ર કેમ કરી રહી છે તેનો જવાબ આપવો જોઈએ. હાર્દિક પટેલ માટે કોંગ્રેસનું સ્ટેન્ડ પહેલા દિવસથી આજદિન સુધી સ્પષ્ટ અને વ્યાજબી છે. જયારે ગાંધીજીના અમોધ શસ્ત્ર ઉપવાસનો ઉપયોગ સુતેલી સરકારને જગાડવા માટેનો રામબાણ ઈલાજ છે ત્યારે તે જીવનનો અંત લાવવાનું શસ્ત્રના બને તેવો સામુહિક પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપ સરકારના ગૃહ કંકાશને ઢાંકવા માટે પત્રકારો ઉપર હુમલો કરાવી ગૃહ રાજ્ય મંત્રી નાહકનો ગોકીરો કરી રહ્યા છે. તેમણે રાજ્ય સરકારને હાર્દિક સાથે સત્વરે સીધો સંવાદ સાધવાનું જણાવતા કહ્યું કે, ભાજપ સરકારે વર્ગવિગ્રહ કરાવવાના બદઈરાદાથી અશાંતિનું આંધણ મૂકવાનું ષડ્યંત્ર કેમ કરી રહી છે તેનો જવાબ આપવો જોઈએ.