(એજન્સી) તા.૧ર
કોલકાતા પોલીસે સોમવારે સોશિયલ મીડિયામાં ફરતા એક બનાવટી સરકારી જાહરેનામા વિશે તપાસ શરૂ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ સરકારે ૧ર જૂનથી ૧૬ જૂન દરમિયાન પાંચ દિવસની ઈદની રજા જાહેર કરી છે. કોલકાતા પોલીસે તેના ફેસબુક પેજ પર લખ્યું હતું કે, ઈદની રજાઓ વિશે સોશિયલ મીડિયામાં જે બનાવટી જાહેરનામું ફરી રહ્યો છે તે ખોટો છે. આ કૃત્ય પાછળ રહેલા માસ્ટરમાઈન્ડ વિરૂદ્ધ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.