(એજન્સી) તા.૧૭
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના (એએમયુ) સાક્ષીઓએ એવું જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ જામીયામાં પોલીસ પાશવતા સામે વિરોધ કરવા બહાર આવે એ પહેલા જ ડીઆઇજીના વડપણ હેઠળ પોલીસકર્મીઓની મોટી ફોજ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વારે બહાર રાહ જોતી ઊભી હતી.
મુખ્ય દ્વાર નજીક કેમ્પસની અંદર એકત્ર થયેલા એએમયુના વિદ્યાર્થીના જૂથે તુરત સૂત્રો પોકારવાનું શરૂ કર્યુ હતુ ત્યાર બાદ બહારથી પોલીસકર્મીઓ પર પત્થર ફેકવામાં આવ્યાં હતાં અને પોલીસ તૂટી પડી હતી, રબ્બરની ગોળી છોડીને વિદ્યાર્થીઓને લાઠી ચાર્જ કર્યો હતો. અલીગઢના એસએસપી આકાશ કુલહરીએ ગત સપ્તાહે નાગરિકતા સુધારા વિધેયકનો વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ કેમ્પસની અંદર શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક રીતે વિરોધ કરવા સ્વતંત્ર છે.
તો પછી રેપીડ એક્શન ફોર્સ અને પોલીસકર્મીનો કાફલો શા માટે અંદર ધસી ગયો હતો. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પોલીસ પર ઉશ્કેરણી કરવા માટે એજન્ટો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો અને માગણી કરી હતી કે તેમાં સ્વતંત્ર તપાસનો આદેશ કરવો જોઇએ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં છે કારણકે કેમ્પસ પર હોસ્પિટલમાં પહોચતા જેમને અટકાવવામાં આવેલા એવા કેટલાય ડોક્ટરોએ જે વર્ણનો રજૂ કર્યા તેના પરથી આવું લાગી રહ્યું છે. ડો.અઝીમુદ્દીન મલિકે જણાવ્યું હતું કે મારી કાર પર રેડ ક્રોસનો સિમ્બોલ હતો. મારા ગળામાં સ્ટેથેસ્કોપ હતું. મે શ્વેત ગાઉન પહેર્યુ હતું તેમ છતાં મને મુખ્ય દ્વારે અટકાવવામા ંંઆવ્યો હતો એ પોલીસે મને અંદર જવા ઇનકાર કર્યો હતો. ડો.મલિક અને તેમની ડોક્ટર વાગ્દત્તાને પણ એએમયુ હોસ્પિટલમાં પહોચવા માટે જમાલપુર દ્વારા લાંબો ચકરાવો લેવો પડ્યો હતો.