ઉના,તા.૧૩
ઉના શહેરમાં છેલ્લા ચાર વર્ષથી શહેરનો મુખ્ય માર્ગ રેલવેસ્ટેશનથી મચ્છુન્દ્ર નદીના પુલ તેમજ વિદ્યાનગરથી સ્યુગર ફેક્ટરી સુધી તદ્દન બિસ્માર છે. તેમાં પણ નગરપાલિકા દ્વારા અંડર ગ્રાઉન્ડ ગટર નાખવા ખોદેલા રસ્તા વ્યવસ્થિત બુરાણ ન કરતા અને ગટરના ઢાકણાઓ રોડથી ઉંચા બનાવેલા હોય આ ઢાકણાઓ અને રોડમાં આડેધડ ખોદાણના કારણે પડેલા મોટા ખાડાઓ અવાર નવાર અકસ્માત નોતરે છે. ધૂળની ડમરીઓ વચ્ચે લોકો પોતાના ધંધા રોજગાર કરતા હોય કિમતી ખાદ્યય ચિજવસ્તુઓ ખરાબ થાય છે. આ ખાદ્યય વસ્તુઓ લોકોના આરોગ્યને નુકસાન કરે છે. શહેરનો આ મુખ્ય માર્ગ વ્યવસ્થિત રીપેર કરીને નવિનીકરણ કરવા માટે ધારાસભ્ય દ્વારા અવાર નવાર રજૂઆતો અને આવેદનપત્ર આપવા છતા તંત્રના વહીવટી અધિકારી દ્વારા નિષ્કાળજી રાખવામાં આવે છે. પ્રજાની સમસ્યા અને વેદનાને હલ કરવા તંત્ર આગળ ન આવતા ધારાસભ્ય વંશએ કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ રામભાઇ ડાભી, રાજુભાઇ ગટેચા, રાજુભાઇ ગૌસ્વામી, બાલુભાઇ હિરપરા, રાજુભાઇ જાદવ, ધીરૂભાઇ સોલંકી, યોગેશભાઇ બાંભણીયા સહિતના વિશાળ આગેવાનો સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉના શહેરનો મુખ્ય માર્ગ આઠ દિવસની અંદર તાત્કાલીક બનાવવા અલ્ટીમેટમ આપેલ છે.