ઉના, તા. ર
ગીરગઢડા તાલુકાના સમઢીયાથી પાણખાણ જતા રસ્તા પર આવેલો પુલ અતિવૃષ્ટીમાં તુટી ગયેલ હોય જે નવિકરણ કરવા તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં કોઇ કામગીરી ન થતાં આવનાર સમઢીયા ગ્રામ પંચાયતના સરપંચ તથા વોર્ડના એક સભ્યની ચુંટણી જાહેર થયેલ અને આ ચુંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે એક પણ ફોર્મ ન ભરાતા તંત્ર પણ મુંઝવણમાં પડી ગયું છે.ગીરગઢડા તાલુકાના નાના સમઢીયા અને પાણખાણ વચ્ચે માલણ નદી પર વર્ષ ૨૦૧૪ માં પુલ અતિવૃષ્ટીમાં તુટી ગયેલ હોય ત્યારથી આ પુલને નવિનીકરણ કરવામાં આવેલ ન હોય અને ગામ લોકોનો મુખ્ય રસ્તો આવેલ હોવાથી ચોમાસામાં ગ્રામજનોને નદીમાંથી પસાર થવું પડે છે. હાલ ચોમાસામાં નદીમાં પુરનુ પાણી વહેતુ હોવાથી વાહન ચાલકોને વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે જવા આવવા અને ખેડૂતોને ખેતી માટેના ખાતર, બિયારણ તથા અન્ય ચિજવસ્તુ ખરીદી કરવા જઇ શક્તા નથી. તેમજ મજુર વર્ગના લોકોને અતિ મુશ્કેલ હોય જ્યારે મહીલાની પ્રસુતા સમયે હોસ્પીટલે લઇ જવા માટે ઇમરજન્સી ૧૦૮ ને પણ જવા મુશ્કેલી થતી હોય છે. આ પુલ તુટી ગયેલ હોવાથી ગ્રામજનોને હાલાકી ભોગવી પડે છે. અને ભુતકાળમાં ગ્રામજનોએ પોતાના ખર્ચે મહેનત કરી આ પુલની થોડી ધણી મરામત કરાવેલ તેમજ વારંવાર જીલ્લા પંચાયત બાંધકામ શાખામાં અવાર નવાર રજુઆાત કરવામાં આાવેલ હોય પરંતુ આ જર્જરીત પુલનું હજુ સુધી કોઇજાતનું કામ કરવામાં આવેલ નથી. અંતે ગ્રામજનો તેમજ આગેવાનો રજુઆત કરીને કંટાળી ગયા હોય ન કોઇ અધિકારી કે ના કોઇ રાજકીય આગેવાનો વાત સાંભળે ફક્ત પુલ બનાવવા આશ્વાસન આપતા હોય ત્યારે ગ્રામજનોએ પણ મનોમન તંત્રને અને રાજકીય આગેવાનોને જવાબ આપવાનું નક્કી કર્યુ હોય તેમ નાનાસમઢીયાળા ગ્રામપંચાયતના સરપંચ તેમજ વોર્ડ નં.૬ ના એક સભ્યની પેટા ચુંટણી જાહેર થયેલ અને આ ચુંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી હોય ગ્રામજનોએ તેમજ સ્થાનિક નાનાસમઢીયાળા ગામના રાજકીય આગેવાનોએ જ્યા સુધી પુલનું કામ ન થાય ત્યા સુધી ચુંટણી લડવી નહી તેવો નિર્ધાર કરતા એક પણ ફોર્મ ન ભરાતા તંત્ર પણ મુંજવળમાં મુકાયુ છે.