(એજન્સી) તા.૧૯
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ લોકસભા ચૂંટણી અને રાજ્યની વિધાનસભા ચૂંટણીઓને એકસાથે યોજવાના કેન્દ્રની મોદી સરકાર સામે અસંમતિ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે કેન્દ્રની સરકારને વધુ શક્તિશાળી બનાવવાનો આ એક પ્રયાસ છે. જેનાથી કેન્દ્રની સરકાર વધુ શક્તિશાળી બની જશે. ફ્રન્ટ નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ(એનઇસી)એ એક પ્રસ્તાવ પાસ કર્યો હતો તેમાં જણાવ્યું હતું કે સંઘવાદની ભાવના દેશને પ્રેસિડેન્સિયલ સિસ્ટમ તરફ ઢસડી જઈ રહી છે અને તેનાથી કેન્દ્રની સરકારને વધુ શક્તિશાળી બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ તેના નિવેદનમાં જણાવ્યું કે તેઓ દલીલ કરે છે કે તેઓ પ્રજાના પૈસા બચાવવા માટે આમ કરી રહ્યાં છે અને ચૂંટણી પ્રચારની પ્રક્રિયાને વધુ સ્થિર અને સુગમ બનાવવાનું બહાનું કરી રહ્યાં છે. જોકે આ કોઇ એક ઘાતક પગલું જ સાબિત થશે જેનાથી પ્રજા અજાણ છે. તેમાં કહ્યું છે કે ભારત જેવા વિશાળ દેશમાં જેની વસતી આશરે ૧.૨૫ અબજ જેટલી છે ત્યાં એકસાથે તમામ ચૂંટણીઓ એકસાથે યોજવી પ્રેક્ટિકલ નથી. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ આ મામલે કાયદા પંચ અને ચૂંટણી પંચને અપીલ કરી હતી કે આ પ્રસ્તાવથી હાથ પાછો ખેંચી લે અને રાજકીય પક્ષોના દબાણ હેઠળ ના આવે. પ્રસ્તાવમાં પોપ્યુલર ફ્રન્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે તેઓ માત્ર ચૂંટણી લાભ મેળવવા માટે કોમી સદભાવનાનો પ્રચાર કરવાનું બંધ કરે. લઘુમતી સમુદાય મુસ્લિમોને ટાંકીને કોઈ અન્ય પર પાયાવિહોણાં આરોપો ન લગાવવા જોઇએ. તેમણે કહ્યું કે મોદીએ લોકો સાથે સરકારની ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરવી જોઈએ નહીં કોંગ્રેસ પાર્ટી પર આરોપ મૂકવો જોઈએ કે તે મુસ્લિમ પુરુષોની પાર્ટી છે કે મહિલાઓની. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ભાજપ સરકારે મુસ્લિમો માટે કર્યુ શું છે તે બતાવે.
વડાપ્રધાન મોદી માત્ર ચૂંટણી લાભ માટે કોમી સદભાવનાનો પ્રચાર બંધ કરે : પોપ્યુલર ફ્રન્ટ

Recent Comments