(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૮
લોકસભાની ચૂંટણીમાં કારમાં પરાજયના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવાનાં જાહેર કરેલા નિર્ણય સામે કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી તેમને મનાવવા માટે મથી રહી છે. ત્યારે દેશભરનાં પ્રદેશ મહાનગર અને જિલ્લા એકમો દ્વારા પણ રાહુલ ગાંધીને રાજીનામુ નહીં આપવાની અપીલ સાથે શરૂ થયેલા પ્રદર્શનોનાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રાહુલજીને રાજીનામું નહીં આપવા અપીલ કરતાં બેનરો પોસ્ટરો સાથે દેખાવો યોજવામાં આવ્યાં હતા.