બ્રિસ્બેન, તા.રર
પોતાના ઝડપી બોલરોની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમ આવતીકાલથી ગાબા પર પ્રથમ એશીઝ ટેસ્ટમાં કટ્ટર હરીફ ઈંગ્લેન્ડ સામે રમશે તો એકવાર ફરી તેના બેટીંગ ક્રમને ભયભીત કરી પોતાની ધરતી ઉપર ટેસ્ટ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટ્રોફી પોતાના નામે કરવા માંગશે ઓસ્ટ્રેલિયન પસંદગીકારોએ એશીઝ ટીમની પસંદગીમાં અનેક આશ્ચર્યજનક નિર્ણય લીધા પણ તેમને આશા છે કે સ્ટાર્ક, હેઝલવુડ અને કમિન્સ તે સફળતાનું પુનરાવર્તન કરશે જે અહિંયા ર૦૧૩માં જોનસનને મળી હતી ઈંગ્લેન્ડના બેટીંગ ક્રમ પાસે વધારે અનુભવ નથી અને ઈનફોર્મ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ પ્રતિબંધિત છે ઓસ્ટ્રેલિયાનો ગાબા પર રેકોર્ડ સારો છે. જ્યાં ૧૯૮૮થી તેણે કોઈ ટેસ્ટ હારી નથી ઈંગ્લેન્ડ ૩૧ વર્ષથી અહિંયા ટેસ્ટ જીતી શક્યું નથી. ૧૯મી સદીથી ચાલી રહેલી આ દ્વિપક્ષીય સિરીઝની તૈયારીઓ પારંપરિક રૂપથી આક્રમક હોય છે. સ્ટાર્કે કહ્યું કે, અમારું ટાર્ગેટ રૂટ અને કુક હશે. આ બન્ને ઈંગ્લેન્ડના મહત્ત્વના બેટ્‌સમેન છે અમે તેમને રસ્તામાં આઉટ કરવાનો પ્રયાસ કરીશું.