લખનૌ, તા.૧૮
ભાજપનો છેડો છોડ્યા પછી કોંગ્રેસમાં જનારા શત્રુઘ્ન સિંહાને પાર્ટીમાં માત્ર ગણતરીના દિવસો થયા હશે કે કોંગ્રેસના નેતાઓની નારાજગી તેમના વિરૂદ્ઘ થવા લાગી છે. શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિંહા વિરૂદ્ઘ લખનઉ લોકસભા સીટમાં ચૂંટણી મેદાનમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતરેલા આચાર્ય પ્રમોદ કૃષ્યમે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, ‘શત્રુ પોતાનો પાર્ટી ધર્મ નિભાવે.’
તમને જણાવી દઇએ કે, શત્રુઘ્ન સિંહા તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં શામેલ થયા. કોંગ્રેસ તેમણે બિહારની પટના સાહિબ સીટથી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે, જ્યારે તેમની પત્ની પૂનમ સિંહાને સપામાં લખનઉથી રાજનાથસિંહની વિરૂદ્ઘ મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે લખનઉથી કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉતાર્યા છે.
લખનઉ લોકસભા સીટ પર ગુરૂવારે શત્રુઘ્ન સિંહા પત્ની પૂનમ સિંહાની સાથે નામાંકન અને રોડ શોમાં શામેલ થયા, જે સપામાંથી ઉમેદવાર છે. આ બાબત પર કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ કૃષ્ણમ ભડકી ગયા અને કહ્યુ કે, “શત્રુઘ્ન સિંહાની પત્નીને પ્રચારમાં આવ્યા, મારૂં કહેવુ છે કે, તેઓ પાર્ટીનો ધર્મ નિભાવે અને મારા માટે પ્રચાર કરે.
તમને જણાવી દઇએ કે, લખનઉથી રાજનાથસિંહ વિરૂદ્ઘ સપાએ તાજેતર ભાજપને છોડીને કોંગ્રેસમાં શામેલ થયેલા શત્રુઘ્ન સિંહાની પત્ની પૂનમ સિંહા અને કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉતારીને રાજનીતિક લડાઇને રસપ્રદ બનાવી દીધી છે.