કેન્ડી, તા.૧૬
શ્રીલંકા વિરૂદ્ધ બુધવારે રમાનારી ત્રીજી વન-ડે પહેલાં ઈંગ્લેન્ડના ખેલાડીઓએ જોરદાર નેટ પ્રેક્ટિસ કરી પણ આ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓનો સામનો મેદાન પર નેટની પાસે એક ખતરનાક કોબ્રા સાથે થઈ ગયો. જો કે આ સાપના કારણે કોઈ ખેલાડીને કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાનો વીડિયો ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યા. વીડિયોમાં બે જણ સાપને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આસપાસના લોકો અને સ્ટાફ સાપનો ફોટો ખેંચવામાં અને વીડિયો બનાવતા દેખાયા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડની ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. વન-ડે સિરીઝમાં ઈંગ્લેન્ડ ૧-૦થી આગળ છે. બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે યજમાન શ્રીલંકાને ૩૧ રને હરાવી વિજય મેળવ્યો. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા કપ્તાન મોર્ગન (૯ર રન) અને રૂટ (૭૧) રનની ઈનિંગથી પ૦ ઓવરમાં ૯ વિકેટે ર૭૮ રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમે ૧૪૦ રન બનાવ્યા હતા ત્યારે વરસાદના કારણે ફરી મેચ શરૂ થઈ શકી નહીં અને ડકવર્થ લુઈસથી ઈંગ્લેન્ડ વિજેતા જાહેર થયું. પ્રથમ વન-ડે વરસાદમાં ધોવાઈ ગઈ હતી.
શ્રીલંકામાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું પ્રેક્ટિસ સેશન કોબ્રાએ બગાડ્યું

Recent Comments