(એજન્સી) વોશિંગ્ટન, તા.૨૮
વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની સામે શીખ અલગતાવાદીઓના એક નાના સમૂહે પ્રદર્શન કર્યું અને આ દરમિયાન તેમણે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો સળગાવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક શીખ સમુદાયે આ પગલાની ટીકા કરી છે અને ભારત સરકારના સૂત્રોએ તેને એક “ફ્લોપ-શો” ગણાવ્યો છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે નવી દિલ્હીમાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની બહાર લગભગ ૧પ-ર૦ લોકોની હાજરીવાળું શીખ ફોર જસ્ટિસ (એસએફજે)નું પ્રદર્શન એક નિષ્ફળ કાર્યક્રમ હતો. તેમની સરખામણીએ ધ્વજ ફરકાવવાના, ઉત્સાહી અને દેશભક્ત ભારતીયોની સંખ્યા ઘણી વધુ હતી. તેમણે જણાવ્યું કે, એસએફજેએ પ્રદર્શન કરીને પોકળ દાવો કર્યો છે કે, તેની પાસે વ્યાપક સમર્થન છે, તે પાકિસ્તાન દ્વારા સમર્પિત એક સંગઠન છે, જે સમસ્યા ઊભી કરવા માટે ઈસ્લામાબાદની અપવિત્ર ડિઝાઈનને સામે લાવી રહ્યું છે. વાસ્તવિકતામાં વધુ પડતા પ્રદર્શનકારી પાકિસ્તાની હતા. પ્રદર્શનકારીઓએ ખાલિસ્તાન જીંદાબાદના સૂત્રો લગાવ્યા અને સ્થાનિક પાકિસ્તાની મીડિયાના પત્રકારોની હાજરીમાં ભારતીય ધ્વજ સળગાવવાનો પ્રયાસ કર્યો. ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું કે, એસએફજેએ પોતાની વેબસાઈટ પર દાવો કર્યો કે, તેમણે દૂતાવાસની બહાર ભારતીય ધ્વજ સળગાવ્યો જે સંપૂર્ણપણે ખોટું છે. કારણ કે, બતાવવામાં આવેલા ફોટો વીડિયોમાં આવી કોઈ ઘટના થઈ નથી. તેમણે જણાવ્યું કે, નિષ્ફળ કાર્યક્રમને છુપાવવા માટે આવા દાવા કરવામાં આવે છે. એસએફજે સમર્થકોની સરખામણીનો ભારતીય મૂળના અમેરિકન લોકોની હાજરી વધુ હતી. જેમણે “વંદે માતરમ્‌” અને “ભારતમાતા કી જય”ના સૂત્રો લગાવ્યા અને ત્રિરંગો ફરકાવ્યો. પાકિસ્તાની રિપોર્ટર અને કેમેરામેનની હાજરીમાં એસએફજેના સભ્ય શનિવારે બપોરે રઃ૩૦ વાગે દૂતાવાસની સામે ભેગા થયા અને ભારતીય ધ્વજ સળગાવવાનો પ્રયાસ કર્યો. તેમણે લીલા કલરનો એક ધ્વજ સળગાવ્યો જેની પર “એસ” લખેલો હતો. ભારતીય મૂળના અમેરિકન લોકો અને પ્રદર્શનકારીઓની વચ્ચે ગતિરોધને જોતા સ્થાનિક કાયદા પ્રવર્તન અધિકારીઓએ ભારતીય ધ્વજ સળગાવવાના કોઈ પણ પ્રયાસ અંગે ચેતવણી આપવામાં આવી છે. ગતિરોધ ચાલુ રહેતા તેમણે વધારાના સુરક્ષા કર્મચારીઓની માંગ કરે છે. સ્થાનિક શીખ સમુદાયે પ્રદર્શન કરવા બદલ એસએફજેની ટીકા કરી છે.