(એજન્સી) તા.ર૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે કહ્યું હતું કે એચ.ડી. કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં તેઓની ઉપસ્થિતિ પ્રાદેશિક પક્ષોની એકતાને મજબૂત કરવા માટે હતી અને તેઓ આ પ્રયાસમાં કોઈ અવરોધ ઉત્પન્ન નહીં થવા દે. મમતા બેનરજીએ કહ્યું હતું કે અમે ખુશ છીએ કે કુમારસ્વામી આજે સપથગ્રહણ કરી રહ્યા છે અને અમે કર્ણાટકના ભાઈ-બહેનોને અભિનંદન આપીએ છીએ. કુમારસ્વામી અને તેમની સરકારનું સમર્થન કરવા માટે બધા પ્રાદેશિક પક્ષો હાજર છે. અમે દરેક પ્રાદેશિક પક્ષના સંપર્કમાં છીએ કે જેથી અમે દેશના વિકાસ માટે કાર્ય કરી શકીએ. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈપણ પાર્ટીને પ્રાદેશિક પક્ષોની આગળ અવરોધ મૂકવાની તક નહીં આપે. મમતા બેનરજીએ કહ્યું હતું કે અમે જોઈ કોઈ વચન આપીએ છીએ તો તેને પૂર્ણ કરીએ છીએ. અમે હિંમત સાથે કામ કરીએ છીએ. અમે એ કાર્ય કરીએ છીએ જે પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રના હિતમાં છે. તો પ્રાદેશિક પક્ષો એકજુટ થઈ જશે તો તેમની પાસે મહત્તમ શક્તિ હશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પણ કહ્યું હતું કે હું અહીં પ્રાદેશિક પક્ષોને મજબૂત કરવા માટે આવ્યો છું અને અમે સતત તેના માટે પ્રયત્નશીલ છીએ. નાયડુએ કહ્યું હતું કે અમે અમારી એકતા દર્શાવવા ઇચ્છતા હતા. આ ઘણો સારો પ્રસંગ છે કે કુમારસ્વામી શપથગ્રહણ કરી રહ્યા છે.