(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દેશમાં દલિત-મુસ્લિમ-ઓબીસી સમાજ પર વધી રહેલ અત્યાચાર ‘ભગવા આતંકવાદ’ અને આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ અને ભીમ આર્મીના અન્ય સાથીઓની જેલમુક્તિ માટે જંતર-મંતર પર ધરણાં પ્રદર્શન થયું. આ ધરણાં પ્રદર્શનનું આયોજન ભીમ આર્મી, આંબેડકર એકતા મંચ અને ‘નિગાહે’ નામની સંસ્થા સહિત અન્ય સંગઠનોએ મળીને કર્યું હતું. ‘નિગાહે’ના રાષ્ટ્રીય અધ્યક્ષ સતપાલ તંવરે લોકોને સંબંધોતિ કરતાં કરતાં કહ્યું કે હવે પોતાને હિન્દુ કહેવાનું બંધ કરો, દરેક જગ્યાએ ગર્વથી ચમાર લખો તેઓએ બહુજન સમાજના લોકોને પણ અપીલ કરતાં કહ્યું કે હવે તમે તમારા ઘરમાંથી હિન્દુ દેવી-દેવતાઓના ફોટા હંમેશા માટે હટાવી દો કારણ કે જ્યારે આ લોકો અમારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો તેમના ઘર કે ઓફિસમાં લગાવી શકતા નથી તો અમે તેઓના દેવી-દેવતાઓના ફોટાનું જાપ કેમ કરીએ. જ્યાં સુધી અમારા ભાઈ ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ અને અમારા બીજા સાથીઓને જેલથી મુક્ત ન થઈ જાય ત્યા સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અમે હવે આચરળ અનશન પણ કરીશું. નવાબ સતપાલ તંવરની આ અપીલના અન્ય વકતાઓએ પણ સમર્થન આપ્યું. વકતાઓએ આંકડા હાજર કરતાં કહ્યુ કે ર૦૧૧ જનગણના અનુસાર હિન્દુ ધર્મની આબાદી લગભગ ૯૭ કરોડ છે. પરંતુ કદાચ તેઓ ભૂલી જાય છે કે આમાં રર કરોડ ચમાર પણ સામેલ છે. હવે હિન્દુ સિવાય બૌદ્ધ ધર્મ લખીશું તો તેમનો આંકડો ૭પ કરોડ પર આવી જશે. આ ૭પ કરોડમાં પણ ચાર વર્ણના લોકો સામેલ છે. હવે આગળના આંકડાઓના જણાવ્યા અનુસાર દેશમાં ૧પથી ર૦ કરોડ મુસ્લિમ છે. લગભગ ૩.પ કરોડ ખ્રિસ્તી છે અને ચમાર રર કરોડ છે. હવે અમે ત્રણેય એક સાથે મળી જઈએ તો દેશની રાજનીતિનું પંથ બદલી જશે. લગભગ ૪૧-૪પ કરોડ જનસંખ્યા બળપર દેશના નેતા બની શકે છે. માટે હવે પોતાને હિન્દુ કહેવાનું બંધ કરી બૌદ્ધ લખવાનું શરૂ કરી દો, નહીંતર આ મનુવાદી લોક અમને ચમાર અને નીચ કહી મારતાં રહેશે અને અમે માત્ર પોકારતાં જ રહીશું. આ ધરણાં પ્રદર્શન બાદ એક પ્રસ્તાવ રાષ્ટ્રપતિના નામે આવેદનપત્ર સોંપવામાં આવ્યું જેમાં સહરાનપુર જિલ્લાના શબ્બીરપુરમાં ખુલ્લેઆમ હત્યા કરનાર બહુજન સાંસદ કુલન દેવીના હત્યારા માસ્ટર માઈન્ડ શેરસિંહ રાણા, ભાજપ સાંસદ રાઘવ લખનવપાલ શર્મા, સસ્પેન્ડ એસ.એસ.પી. સુભાષ ચંદ્ર ડુબે તથા અન્ય પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ પર એફઆઈઆર દાખલ કરી તેમણે જેલની સજા ફટકારવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં ખાસ કરીને ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ રાવત અને સહારનપુર રમખાણોમાં નકલી આરોપી બનાવાયેલ નિર્દોષ તમામ ભીમ-ક્રાંતિકારીઓને છોડી મૂકવામાં આવે તથા તેમની પર દાખલ કરવામાં આવેલ ખોટી એફઆઈઆર ફગાવવામાં આવે. તથા જુનેદના હત્યારાઓને ફાંસી આપવામાં આવે, પરિવારને પ૦ લાખનું વળતર ચૂકવવામાં આવે, પોલીસ સુરક્ષા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. ઉત્તરપ્રદેશના જાતિવાદી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બરતરફ કરી યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે આટલું જ નહીં રાષ્ટ્રપતિના નામે આવેદનપત્રમાં પ્રધાનમંત્રી મોદીથી રાજીનામું લઈ લેવા કહ્યું. ભારતમાં આરએસએસ, વિશ્વ હિન્દુ પરિસદ, શિવસેના, બજરંગદળ, હિન્દુ યુવાવાહિની, ગૌસેવાના નામે આતંક મચાવનાર સંગઠનો પર પ્રતિબંધ લગાવવામાં આવે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવામાં આવે, મુખ્યમંત્રી યોગીને બરતરફ કરી રાષ્ટ્રપતિ-શાસન લાગુ કરવામાં આવે

Recent Comments