વાપી, તા. ર૪
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં જ્યારથી સંસદમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. ત્યારથી દમણ અને દીવમાં પ્રજાને બદલે વધારે પ્રશાસનનું રાજ આવ્યું હોય તેમ જણાય છે.
દમણમાં ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન આમ નાગરિકો માટે રોજગારીની સમસ્યા ઓ ચાલુ થઈ ગઈ છે.માછીમારો, દરીયા કિનારે ધંધો કરતા ગરીબો, સ્થાનિકો યુવાનોને નોકરીઓમાં હેરાનગતિ વેઠવી પડે છે. દમણમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પક્ષના નેતાઓને હટાવી દેવા માટે અધિકારીઓ દ્વારા સી.બી.આઇ., ઈન્કમટેકસ, જૂના કેસમાં પોલીસની મદદથી ફસાવવા તથા અન્ય રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને તેજ રીતે દમણ અને દીવમાં જ્યારથી સંસદ અને પ્રશાસનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. ત્યારથી દમણ અને દીવ માં. કોંગ્રેસ ના પ્રમુખ અને દમણ અને દીવમાં પ્રજા માટે કાયમ પ્રશાસન સામે લડનારા નેતા અને જેમના નેતૃત્વમાં આવી રહેલી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ આગળ પરાજય પામશે તે જોઈને દમણ અને દીવ પ્રશાસન દ્વારા કેતન પટેલને અને કોંગ્રેસ પક્ષના નેતા ઓ સાથે કિન્નાખોરી રાખીને જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હેરાન કરવા માટે આવી રહ્યાં છે. ત્યારે દમણ અને દીવ કોંગ્રેસ પક્ષના પ્રમુખ કેતન પટેલે ભારત સરકારના રાષ્ટ્રપતિને દમણ અને દીવમાં પ્રશાસક પ્રફૂલ્લભાઈ પટેલ તરફથી અને પ્રશાસન દ્વારા થતી હેરાનગતિ સામે પગલાં લેવાની માગણી કરી છે અને સાથેકેતન પટેલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પક્ષના નેતા અને પ્રમુખ રાહુલ ગાંધી તથા ભારત સરકારના ગ્રહ સચિવને પણ રાષ્ટ્રપતિને આપેલા આવેદનપત્રની કોપી મોકલીને જાણ કરી છે.