(એજન્સી) તા.૨૭
ભાજપા સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે બુધવારે લોકસભામાં એસપીજી સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેનો હવાલો દેશભક્ત રીતે આપ્યો હતો. જેને લઈને કૉંગ્રેસના સભ્યોએ સખત વિરોધ કર્યો હતો. તેની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે શાબ્દિક યુદ્ધ છંછેડાયું હતું. ગૃહમાં જ્યારે એ રાજાએ ચર્ચામાં ભાગ લેતા નકારાત્મક માનસિકતાને લઈને ગોડસેનું ઉદાહરણ આપ્યું તો પ્રજ્ઞા પોતાના સ્થાન ઉપર ઉભી થઈ ગઈ હતી અને કહ્યું હતું કે દેશભક્તોના ઉદાહરણ ના આપો. આ મુદ્દે કૉંગ્રેસના ઘણા સભ્યોએ વાંધો વ્યક્ત કર્યો અને આરોપ લગાવતા કહ્યું હતું કે તેને પ્રજ્ઞા ઠાકુરને વડાપ્રધાન મોદીનું સંરક્ષણ મળેલ છે. આ દરમિયાન સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી ભાજપા સભ્ય પ્રજ્ઞાને બેસી જવાનો ઇશારો કરતા જોવા મળ્યા હતા. બીજા અન્ય બીજેપી સાંસદોએ પણ બેસી જવાનો ઇશારો કર્યો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કૉંગ્રેસના સભ્યોને બેસી જવાની અપીલ કરતા કહ્યું હતું કે ફક્ત એ રાજાની વાત રેકોર્ડમાં જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા સિંહ પહેલા પણ ગોડસેને દેશભક્ત ગણાવી ચૂકી છે. જેને લઈને વિવાદ થયો હતો. આ પહેલા મે મહિનામાં લોકસભા ચૂંટણી દરમિયાન પ્રજ્ઞા સિંહ ઠાકુરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો. વિપક્ષે જ્યારે તેના નિવેદનને લઈને હંગામો કર્યો તો પ્રજ્ઞાએ માફી માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર આપેલા વિવાદિત નિવેદન પર વિરોધ નોંધાવ્યો હતો. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તે સાધ્વી પ્રજ્ઞાને ક્યારેય મનથી માફ કરી શકશે નહીં. હું ઇચ્છું તો પણ સાધ્વી ને ક્યારેય મનથી માફ કરીશ નહીં. થોડા દિવસો પહેલા પ્રજ્ઞા સિંહ ઠાકુરને રક્ષા મંત્રાલયની સંસદીય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ કમિટીની આગેવાની રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા છે.
ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં ગોડસેને દેશભક્ત ગણાવ્યો !!!

Recent Comments