પક્ષીઓ જીવજંતુઓ અને પતંગિયાનું ભક્ષણ કરતાં હોય તેવી તસવીરો તો આપ અહીં ઘણી જોઈ ચૂક્યાં છો પરંતુ એક નાનકડું પક્ષી તેના કરતાં કદમાં મોટા પ્રાણીને તેની પૂંછડી વડે પકડે તેવી ઘટના સામાન્ય તો ન જ ગણાય. અહીં એવી જ કંઈક રમૂજી તસવીર રજૂ કરવામાં આવી છે.
પ્રથમ તસવીરમાં એક પક્ષી પતંગિયાનો શિકાર કરી રહ્યું છે. ખૂબ જ યોગ્ય પરિપ્રેક્ષ્યથી આ તસવીર લેવામાં આવી છે જે આ તસવીરને વધુ આકર્ષક બનાવે છે. કેમ કે એમાં એ ખ્યાલ આવતો નથી કે પક્ષી પતંગિયાનો શિકાર કરી રહ્યું છે કે પછી પતંગિયું પક્ષી પર પ્રહાર કરી રહ્યું છે. પશુ-પક્ષીઓની મિત્રતા કંઈક અનોખી જ હોય છે. એકબીજા સાથે મસ્તી-મજાક પણ કરતાં હોય છે અને એકબીજાથી ગુસ્સે પણ થતાં હોય છે. આવી જ તસવીર અહીં રજૂ કરવામાં આવી છે. જેમાં ગુસ્સે થયેલું પક્ષી બિલાડીની પૂંછડી પર ચાંચો વડે પ્રહાર કરી રહ્યું છે અને બિલાડી પણ શિયાંવિયાં થઈ ગઈ છે.