(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિત અનેક ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ સહિત મોટાભાગના શહેરોમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉંટગાડી સાથે રેલી, ધરણાં દેખાવો યોજી કેન્દ્ર સરકાર એકસાઈઝમાં ઘટાડો કરે અને ગુજરાત સરકાર વેટના બદલે જીએસટીનો અમલ કરી ટેક્ષ ઘટાડી પ્રજાને રાહત આપે તેવી માગણી કરી હતી. ‘બહુત હુઈ મહંગાઈ કી માર, બસ કરો ભાજપ સરકાર’ના સૂત્રો સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા, દેખાવો અને ઊંટગાડી સાથે રેલી યોજાઈ હતી. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે This is the GDP crisis- Gas, Diesel and Petrol crisis of the Modi Government ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ર૪ ટકા વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન છે. મોંઘવારી આસમાને છે. ર૦૧૪થી ર૦૧૮ સુધીમાં ૪૪૩.૬ % એકસાઈઝમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલનો બજારમાં ૭૩ % ભાવ ઘટાડો છતાં પેટ્રોલમાં ૧૦૮ % અને ડીઝલમાં ૧ર૩ % વધારો મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવાના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે.
છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ-ઓઈલનો ભાવ ઘટાડો છતાં મોદી સરકારના આશીર્વાદથી ઓઈલ કંપનીઓએ દેશના નાગરિકો પાસેથી ૯૦,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ લૂંટી લીધી છે અને મોદી સરકારે દેશના નાગરિકો પાસેથી ૧૦ લાખ કરોડ ખંખેરી લીધા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧રપ કરોડ નાગરિકોને પેટ્રોલ રૂા.૪૦ અને ડીઝલ રૂા.૩રના ભાવે આપી શકાય તેમ છે પણ, મોદી સરકારની જનવિરોધી નીતિના પરિણામે ઓઈલ કંપનીઓ કરોડો રૂપિયા ગ્રાહકો પાસેથી વસૂલ કરીને મોટી નફાખોરી કરી રહ્યાં છે.

 

ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમત સામે યુપીએ શાસનમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
મહિનો, વર્ષ ક્રૂડની કિંમત પેટ્રોલ કિંમત ડીઝલ કિંમત
જુલાઈ-ર૦૦૮ ૧૩ર.૪૭ ડૉલર રૂા.પ૦.૬ર રૂા.૩૪.૮૬
માર્ચ- ર૦૧ર ૧ર૩.૬૧ ડૉલર રૂા.૬પ.૬૪ રૂા.૪૦.૯૧
એપ્રિલ-ર૦૧૧ ૧૧૮.૪૬ ડૉલર રૂા.પ૮.૩૭ રૂા.૩૭.૭પ
સપ્ટેમ્બર-ર૦૧૩ ૧૧૧.૮૯ ડૉલર રૂા.૭૬.૦૬ રૂા.પ૧.૯૭
મે-ર૦૧૪ ૧૦૬.૯૪ ડૉલર રૂા.૭૧.૪૧ રૂા.પ૬.૭૧
ડિસેમ્બર-ર૦૧૦ ૮૯.૭૬ ડૉલર રૂા. પપ.૮૭ રૂા.૩૭.૭પ
નવેમ્બર-ર૦૦૯ ૭૭.૩૭ ડૉલર રૂા.૪૪.૭ર રૂા.૩ર.૮૭

ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમત સામે બીજેપી શાસનમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
મહિનો, વર્ષ ક્રૂડની કિંમત પેટ્રોલ કિંમત ડીઝલ કિંમત
મે-ર૦૧૮ ૭૭.૦૪ ડૉલર રૂા.૭૬.૮૭ રૂા.૬૮.૦૮
સપ્ટેમ્બર-ર૦૧૭ પ૪.પર ડૉલર રૂા.૭૦.૬૬ રૂા.પ૮.૮૬
ડીસેમ્બર-ર૦૧૬ પર.૭૪ ડૉલર રૂા.૬૮.૯૪ રૂા.પ૬.૬૮
જૂન-ર૦૧પ ૬૧.૭પ ડૉલર રૂા.૬૬.૯૩ રૂા.પ૦.૯૩

વર્ષવાર ક્રૂડ ઓઈલની નીચી કિંમત સામે બીજેપી શાસનમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
મહિનો, વર્ષ ક્રૂડની કિંમત પેટ્રોલ કિંમત ડીઝલ કિંમત
ફેબ્રુઆરી-ર૦૧૮ ૬૩.પ૪ ડૉલર રૂા.૭૩.૩૮ રૂા.૬૪.રર
જૂન-ર૦૧૭ ૪૬.પ૬ ડૉલર રૂા.૬પ.૪૮ રૂા.પ૪.૪૯
જાન્યુઆરી-ર૦૧૬ ર૮.૦૮ ડૉલર રૂા.પ૯.૦૩ રૂા.૪૪.૧૮
ડિસેમ્બર-ર૦૧પ ૩પ.૬૮ ડૉલર રૂા.પ૯.૯૮ રૂા.૪૬.૦૯