અમદાવાદ,તા.૭
તાલુકા, જીલ્લા અને પ્રદેશ કક્ષાના આગેવાનો અને ધારાસભ્યો-કોંગ્રેસનાં નેતૃત્વ સામે નારાજગી સાથે આક્રોશ વ્યકત કરી રહ્યાં છે. કોંગ્રેસની ૩ દિવસની “ચિંતા બેઠક” ચાલી રહી હતી. ભાજપહંમેશા પ્રજાહિતનું ચિંતન કરે છે. જયારે કોંગ્રેસ પોતાના ઘર સંભાળવાની ચિંતા કરે છે અને ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા કેવી રીતે ઊભી કરવી તેવાં જ વિચારો અને કાર્યક્રમો કોંગ્રેસ કરે છે. મિડીયાના સમાચારો મુજબ ૯ લોકસભામાં તો કોંગ્રેસને ઉમેદવારોના નામો મળતાં જ નથી. ભાજપ તરફી જનતાના મિજાજને કારણે કોઈ લડવા તૈયાર થતું નથી. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ, પ્રજાહિતના દૃષ્ટિકોણનો અભાવ અને સેવાના કાર્યક્રમોનો અભાવ છે. કોંગ્રેસ કયારેય પ્રજામાં જતી નથી. માત્ર ચૂંટણી લડવા સિવાય કોંગ્રેસ પાસે પ્રજાના કોઈપણ કામો, પ્રશ્નો કે તેનાં સમાધાન માટેની માનસિકતા નથી અને કોંગ્રેસ પાસે ચૂંટણી સિવાય પ્રજા વચ્ચે જવાનો સમય પણ નથી. એમ ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું.