અમદાવાદ, તા.૨૧
જનતાની સેવા એ જ ભાજપાના સંસ્કાર અને ભાજપાની નીતિરીતી છે. તે વિચારધારાના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ મહાનગરના ભાજપા શહેર સંગઠન દ્વારા મહાનગરની ૧૬ વિધાનસભામાં ૧૮ સ્થળોએ પ્રજાજનોના સ્વાસ્થ્ય સંદર્ભે આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથિક દવાઓના વિતરણના સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં સવા લાખથી પણ વધુ લોકોએ હોમિયોપેથિક દવા તેમજ આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો. ઝોન મહામંત્રી કેસી પટેલ તથા પ્રદેશ ઉપાધ્યક્ષ અને શહેર પ્રભારી આઈ કે જાડેજા વેજલપુર તેમજ ઘાટલોડિયા વિધાનસભામાં તેમજ શહેર અધ્યક્ષ જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં પ્રજાજનોએ હાજર રહી આ સેવાયજ્ઞનો લાભ લીધો હતો. શહેર અધ્યક્ષ જગદીશ પંચાલે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ બાદ પ્રજાની મુશ્કેલીમાં મદદરૂપ થવાના બદલે કોંગ્રેસના ધારાસભ્યઓ બેંગલોરના રિસોર્ટમાં અને દિલ્હી દરબારમાં હાજર થવા ગયા. આમ, પ્રજાને નોંધારી મુકીને કોંગ્રેસ હમેશા પરિવારવાદ-કોમવાદ અને જાતિવાદની વિકૃત રાજનીતિ કરતી આવી છે.
અમદાવાદમાં રપ-ર૬ ઓગસ્ટે
અનોખુ એકિઝબિશન

અમદાવાદ,તા.ર૧
આજની યુવા પેઢી ફેશનને લઈને ખૂબ જ સક્રિય છે. એમાં પણ વસ્ત્રોની બાબતમાં તો ખૂબ જ ધ્યાન રાખે છે. વસ્ત્ર એવું આભુષણ છે જે તેમની સુંદરતાને ચાર ચાંદ લગાડી દે છે. શહેરમાં અવારનવાર ફેશનને લઈને એકિઝબિશન થતા જોવા મળે છે. આવો જ એક અનોખો એકિઝબિશન આગામી રપ-ર૬ ઓગસ્ટે અનેય ગેલેરી, પ્રહલાદ નગર ખાતે અને ૧લી સપ્ટેમ્બરે સ્પેસ કેવ, થલતેજ ખાતે યોજાનાર છે. આ એકિઝબિશન બન્જારા થીમ પર આધારિત છે જેમાં સ્પેશ્યલ નવરાત્રી કલેકશન જોવા મળશે. તેમજ હેન્ડમેડ જવેલરી પણ જોવા મળશે. જાણીતી ફેશન ડિઝાઈનર ટવીન્કલ વછેટા દ્વારા આ ફેશન એકિઝબિશન ડિઝાઈન કરવામાં આવ્યું છે એમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.