ભૂવનેશ્વર,તા.૧૩
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યુ કે, રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બીજેપી અને અન્ય પાર્ટીએ એનડીએને સમર્થન આપ્યુ છે. પરંતુ બીજેડી સાથે કોઈ ગઠબંધન કરવામાં આવ્યુ નથી. અને બીજેડીએ એનડીઓનો હિસ્સો પણ નથી. પ્રકાશ જાવડેકર ત્રણ દિવસના ઓડિસાના રાજકીય પ્રવાસે છે. સોમવારે તેમણે બરહામપુરમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે એક બેઠક કરી હતી. રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બીજેડીએ એનડીએના ઉમેદવારને મત આપતા કોંગ્રેસે બીજેડી અને ભાજપ વચ્ચે ગઠબંધનનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતા નિરંજન પટનાયકે બીજેડી પર આરોપ લગાવ્યો હતો કે, સીબીઆઈના ડરથી ઓડિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે એનડીએના સમર્થનમાં મતદાન કર્યુ હતુ. બીજેડીએ એનડીએને સમર્થન આપીને કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. બીજેડીના કારનામાનો ખુલાસો ન થાય તે માટે બીજેડીએ એનડીએને સમર્થન આપ્યુ છે. નિરંજન પટનાયકે કહ્યુ હતુ કે, એનડીએને આપેલા સમર્થન બાદ ઓડિસામાં ભાજપ અને બીજેડી વચ્ચે લોકસભામાં બેઠકની વેંચણીની ચર્ચાએ જોર પકડ્યુ છે. ભાજપ અને બીજેડી એક બીજાથી દૂર હોવાનો દાવો કરે છે. પરંતુ બીજેડીએ ઓડિસાની જનતાને દગો આપી રહી છે.
ભાજપ-બીજેડી વચ્ચે કોઈ ગઠબંધન નથી : પ્રકાશ જાવડેકર

Recent Comments