(એજન્સી) નવી દિલ્હી, તા.રર
પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે ટીપુ જયંતી પર આદિત્યનાથને ટીકા પુરવા બદલ ટ્‌વીટ કરીને આડે હાથ લીધા હતા.
પ્રકાશ રાજે જણાવ્યું કે યોગી આદિત્યનાથ દ્વારા કર્ણાટકની પ્રજાને, હનુમાનની ભૂમિ પર ટીપુ જયંતી ન મનાવવા આદેશ આપવામાં આવ્યો હતો. પ્રકાશે કહ્યું કે હું એ જાણવા માંગું છું કે બીજેપી કાર્યકરો અને બીએસના યેદિયુરપ્પા પોતે પ્રસંગોચિત પહેરવેશ પહેરી ટીપુ જયંતીની ઉજવણીના ફોટો શું દર્શાવે છે જેની ટીપુ સુલતાનના નખશીખ પહેરવેશ માટે નોંધ લેવામાં આવી હતી. પ્રકાશ રાજે પૂછ્યું કે તમારો એજન્ડા શું છે ?
તાજેતરમાં યોગી આદિત્યનાથ બીજેપીના એક કાર્યક્રમ માટે કર્ણાટક આવ્યા હતા. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ટીપુ જયંતી ઉજવાતા તેમના પર નિશાન તાક્યું હતું.
પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર દેશમાં ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે ત્યારે કર્ણાટકની કોંગ્રેસ સરકાર ટીપુ સુલતાનને પૂજવામાં લાગી છે. કોંગ્રેસે આપણી પરંપરાનું અપમાન કર્યું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગૌમાંસ ખાવાના નિવેદન કરતા સમયે લોકોની ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ. રાજ્યમાં હત્યાઓ, કાયદાની પરિસ્થિતિ જોતા લાગે છે કે હવે રક્ષક જ ભક્ષક બની ગયા છે.