(એજન્સી) નવી દિલ્હી, તા.૯
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, દેશને એવા નેતાઓની જરૂર છે જે લોકોની અપેક્ષાઓ પૂરી કરી શકે. કાલ્પનિક બહાદુરીથી દેશનું ભલું નહીં થાય. આવા લોકો દેશનું નેતૃત્વ કરી શકે નહીં. સોમવારે ઉદ્યોગપતિઓને સંબોધતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે, ભારતને એવા નેતાઓની જરૂર છે જે વધતી જતી અપેક્ષાઓને પૂરી કરી શકે. દેશને ગરીબીમાંથી મુક્તિ માટે હજુ ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે. તેમણે એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે દેશના ૧% લોકો પાસે કુલ ધનનો ૬૦% હિસ્સો છે.
તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી કે, તેઓ લોકોેને ગરીબીમાંથી બહાર કાઢવા મદદ કરે. સ્થિતિ ત્યારે ચિંતાજનક બને છે, જ્યારે દેશની કુલ ધન સંપત્તીનો ૬૦% હિસ્સો માત્ર ૧% લોકો પાસે કેન્દ્રિત છે. આ આંકડો આપણા માટે બોજો છે. સાથે આંકડા એ પણ બતાવે છે કે, આપણી વૃદ્ધિને વધુ સમાવેશી અને સમાન બનાવવાની જરૂર છે. જે લોકો પાછળ છૂટી ગયા છે તેમને વિકાસના દાયરામાં લાવવાની જરૂરી છે. પ્રણવ મુખર્જીએ કહ્યું કે, આપણે હજુ પણ દેશના દરેક ક્ષેત્ર અને ખૂણાઓમાં ગુણવત્તાપૂર્ણ અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓની વ્યવસ્થા કરવી જરૂરી છે. દેશને વાસ્તવમાં સમૃદ્ધ અને ગૌરવશાહી રાષ્ટ્ર બનવા માટે વધુ યુવાઓની જરૂર છે. જ્યારે ભારતે સંખ્યાત્મક પક્ષ પર ઘણી પ્રગતિ કરી છે પરંતુ ગુણવત્તાના પહેલું પર હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ અનુસાર ભારત દુનિયાની આગામી મોટી અર્થવ્યવસ્થા છે. ર૦૧૯માં જીડીપી દર ૭.૬ પ્રતિશત રહેવાનું અનુમાન છે.