(એજન્સી) તા.૧૯
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીએ કહ્યું કે, આધુનિક ભારતનો પાયો એ સંસ્થાપકોએ નાંખ્યો હતો, જેનો યોજનાબદ્ધ અર્થવ્યવસ્થામાં મજબૂત વિશ્વાસ હતો, જેવું આજકલ નથી, જ્યારે યોજના આયોગને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માવલંકર હોલ સ્થિત કોન્સ્ટીટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયામાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, જે લોકો ૫૫ વર્ષના કોંગ્રેસ શાસનની ટીકા કરે છે, તેઓ આ વાત નજરઅંદાજ કરી દે છે કે, આઝાદીના સમયે ભારત ક્યાં હતો, અને આપણે કેટલા આગળ આવી ચુક્યા છીએ… હાં, અન્ય લોકોએ પણ યોગદાન આપ્યું. પરંતુ આધુનિક ભારતનો પાયો અમારા એ સંસ્થાપકોએ નાંખ્યો હતો. ડૉ. પ્રણવ મુખર્જીએ કહ્યું, જે ૫૦-૫૫ વર્ષના કોંગ્રેસ શાસનની ટીકા કરે છે, તેઓ એ ભૂલી જાય છે કે અમે ક્યાંથી શરૂ કર્યું હતું, અને ક્યાં જઈને છોડ્યું હતું… જો ભારતની અર્થવ્યવસ્થાને ૫૦ ખરબ અમેરિકી ડૉલર સુધી લઈ જવાની છે, તો આપણે ૧૮ ખરબ ડૉલરની મજબૂત પાયો છોડ્યો હતો, જે લગભગ શૂન્યથી શરૂ થઈ હતી. તેમણે કહ્યું હતું કે, ભારતને ભવિષ્યમાં ૫૦ ખરબ અમેરિકી ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માટેનો પાયો અગાઉની સરકારોએ નાંખ્યો હતો, જેમાં જવાહરલાલ નેહરુ, ડૉ. મનમોહન સિંહ અને પી. વી. નરસિમ્હા રાવની સરકારો પણ સામેલ હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, નાણામંત્રીએ બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ સુધી ભારતની અર્થવ્યવસ્થા ૫૦ ખરબ અમેરિકી ડૉલર સુધી પહોંચી જશે. પરંતુ આ દરજ્જો આસમાનમાંથી ઉતરીને નહીં આવશે. તેને માટે મજબૂત પાયો હાજર છે, અને તે પાયાને અંગ્રેજોએ નહીં, આઝાદી બાદ હિન્દુસ્તાનીઓએ જ બનાવ્યો હતો. ડૉ. પ્રણવ મુખર્જીએ કહ્યું, ભારતે ઝડપથી વિકાસ કર્યો, કારણ કે જવાહરલાલ નેહરુ તથા અન્યએ ૈૈંં્‌, ૈંજીર્ઇં, ૈૈંંસ્, બેંકિંગ નેટવર્ક વગેરેની સ્થાપના કરી… આ ડૉ. મનમોહનસિંહ અને નરસિમ્હા રાવ દ્વારા અર્થવ્યવસ્થાનું ઉદારીકરણ કરવાથી પણ મદદ મળશે, જેને કારણે ભારતની આર્થિક સંભાવનાઓ ખૂબ જ વધી ગઈ. એ આધાર પર નાણામંત્રી આજે આ દાવો કરી શકે છે કે ભારત ૫૦ ખરબ અમેરિકી ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે.