(એજન્સી) તા.૧૯
નાગરિકતા સંશોધન ખરડા પર ઊઠી રહેલા આ પ્રશ્ન કે આ કાયદાથી દેશના લઘુમતીઓને જોખમ છે. તેની પર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જણાવ્યું આ પ્રશ્ન આજે અમારી બધાની અને મીડિયાની સામે છે કે અમે વિવિધ વિચારોને સાંભળ્યે અથવા તો પાર્શિયનની જેમ પોતાના રાષ્ટ્રપિતના થોપી દે મુખર્જીએ જણાવ્યું કે બહુમતનો અર્થ બધાને સાથે લઈને ચાલવાનો હોય છે. તેમણે જણાવ્યું કે જનતા મનમર્જી કરનારી પાર્ટીને આગામી ચૂંટણીમાં નકારી દે છે. પ્રણવ મુખર્જી ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આયજિત દ્વિતીય અટલ બિહારી વાજપેયી સ્મૃતિ વ્યાખ્યાન આપી રહ્યા છે.
વિવિધતાના મહત્ત્વ પર ભાર આપતા પૂર્વ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “આપણે આ યાદ રાખવુ જોઈએ કે જો આપણે પોતાના સિવાય બીજાનો અવાજ સાંભળવાનું બંધ કરી દઈશું તો લોકતંત્ર હારી જશે.” એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા દર વર્ષે આયોજિત રાજેન્દ્ર માથુર મેમોરિયલ લેકરારને આપતા મુખર્જીએ જણાવ્યું કે ભારતની ૧૩ અબજ લોકોની વસ્તી સાત પ્રમુખ ધર્મોનું પાલન કરે છે. અને ૧૨૨ ભાષાઓ અને ૧૬૦૦ બોલીઓનો ઉપયોગ કરે છે. એક સિસ્ટમ અને સાથે. એક ઓળખની સાથે આ જ ભારત છે. આ ઓખળ ક્યારે પણ નષ્ટ કરી શકાતી નથી. ક્યારે પણ તેને નષ્ટ થવા દઈશું અને જો અમે તેને નષ્ટ કરી દઈએ છીએ તો ભારત તરીકે ઓળખતા કંઈ પણ નહી રહે. ત્યાં મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના અવસર પર મીડિયા કર્મચારીઓની સાથે બિનઔપચારિક વાતચીતમાં દ્ગઝ્રઁ સુપ્રીમો શરદ પવારે જણાવ્યું કે ૪૨ વર્ષ પહેલાં પણ આવુ જ વિરોધ પ્રદર્શન થયું હતું, તે સમયે કેન્દ્ર સરકાર ઉખડી ગઈ હતી ઝ્રછછ પર મોદી સરકારને ચેતવતા પવારે જણાવ્યું કે વિરોધ પ્રદર્શન લઘુમતીઓ સુધી સીમિત નહીં રહે. હું પણ તેમાં સામેલ છું અને અન્ય લોકો પણ તેમાં સામેલ હોય. મને યાદ છે કે ૧૯૭૭માં આ જ પ્રકારના એક વિરોધ પ્રદર્શન પછી સંપૂર્ણ દેશમાં ગતિ પકડી હતી અને સરકાર બદલી દીધી હતી.