(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે અલીગઢ મુસ્લિમ યુનિ.માં આયોજિત એક વિશેષ સમારંભમાં રાષ્ટ્રીય લઘુમતી શિક્ષણ સંસ્થા આયોગના પૂર્વ અધ્યક્ષ જસ્ટિસ મોહમ્મદ સુહૈલ એજાજ સિદ્દીકીને સરસૈયદ એક્સેલેન્સ પુરસ્કારથી સન્માનિત કરશે. અલીગઢ મુસ્લિમ યુનિ.ના સંસ્થાપક સરસૈયદ અહેમદ ખાનના જન્મદિવસે આપવામાં આવતાં સરસૈયદ એક્સેલેન્સ પુરસ્કાર અંતર્ગત જસ્ટિસ સિદ્દીકીને એક પ્રશસ્તિ પત્ર ઉપરાંત એક લાખ રૂપિયાની રાશી પણ આપવામાં આવશે. જસ્ટિસ સિદ્દીકીને આ પુરસ્કાર ભારતમાં હાંસિયે ધકેલાયેલા વર્ગોને સામાજિક, આર્થિક તથા શિક્ષિત રૂપે ઉપર ઉઠાવવા માટે તેમની અનોખી પ્રવૃત્તિઓ માટે લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સિદ્દીકીના દોરમાં એનસીએમઆઈએએ ૧૦ હજારથી વધુ ખ્રિસ્તી, જૈન, મુસ્લિમ, પારસી અને શીખ જેવા ધાર્મિક લઘુમતીઓ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાઓને લઘુમતીઓએ દાન આપ્યું છે. જસ્ટિસ સિદ્દીકી દસ વર્ષ માટે રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ રહ્યા છે. ૧૯૯૧માં તેમને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના કેસની તપાસ માટે જસ્ટિસ વર્મા તપાસ આયોગના સચિવ બનાવવામાં આવ્યા હતા. ૧૯૯રમાં તેઓ સુપ્રીમકોર્ટના રજિસ્ટાર રહ્યા હતા. ૧૯૯પમાં તેમની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ, ત્યાં તેમને દિલ્હી હાઈકોર્ટના જજ તરીકે મોકલવામાં આવ્યા. ર૦૦૧માં તેમને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના એડવાઈઝરી બોર્ડના સભ્ય બનાવાયા, ર૦૦રમાં તેઓ રેલવે કલેન્ઝ ટ્રિબ્યુનલના ચેરમેન બન્યા. ર૦૦૪થી ર૦૧૪ સુધી તેમણે કેન્દ્રીય રાજ્યમંત્રીના દરજ્જા સાથે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થા આયોગના સર્વોચ્ચ અધ્યક્ષ રૂપે સેવા આપી. હાલ તેઓ ઓલ ઈન્ડિયા ફેડરેશન ફોર સોશિયલ જસ્ટિસના અધ્યક્ષ છે.