(એજન્સી) તા.૩૦
તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ છે પરંતુ આગામી મહિને ઇજીજીના ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ મળવાની સાથે પ્રણવ મુખરજીએ એવો સંકેત આપ્યો છે કે તેમને હજુ સુધી સંપૂર્ણપણે માંડવાળ કરવામાં આવ્યા નથી. આ સ્થિતિમાં કોંગ્રેસના ઘણા લોકો સ્તબ્ધ થઇ ગયા છે પરંતુ આ પગલાને એવા સ્પષ્ટ નિર્દેશ તરીકે જોવામાંં આવે છે કે પોતાને ટ્‌વીટર પર સિટીઝન મુખરજી ગણાવતા પૂર્વ રાષ્ટ્રપતિ પોતાના પક્ષ કોંગ્રેસથી પોતાની એક અલગ અને સ્વતંત્ર ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે.
એનડી ટીવીએ આ અંગે તમામ પક્ષના રાજકારણીઓ સાથે વ્યાપક વાતચીત કરી હતી અને તેમણે એ વાતને સમર્થન આપ્યું હતું કે ૮૨ વર્ષના પ્રણવ મુખરજી ૨૦૧૯ પૂર્વે બિનકોંગ્રેસી, બિનભાજપ નેતાઓને વૈકલ્પિક મોરચો રચવા માટે સંગઠિત કરવામાંં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આમાંના કેટલાક નેતાઓએ તો પ્રણવ મુખરજીને ૨૦૧૯માં સંભવિત વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની વાત કરી છે.
તેમણે દિલ્હીમાં તેમના સરકારી બંગલા ખાતે મળનારા રાજકીય નેતાઓ સાથે થયેલી મુખરજીની વાત અંગે ચર્ચા કરી હતી. ઘણા લોકોનું કહેવું છે કે ત્રીજા મોરચાની શરુઆત ઘણા વખત પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે થયેલી મીટિંગમાં થઇ હતી કે જ્યારે ઓરિસ્સાના મુખ્ય પ્રધાન પટનાયકે પ્રણવ મુખરજી સાથે ભોજન લીધું હતું અને ત્યારબાદ તેમણે ત્રીજા મોરચાના એક અન્ય ખેલાડી બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીને ફોન કર્યો હતો. આ બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ સંકળાયેલા હોવાથી કોઇ પણ નેતા આ બાબતે એનડી ટીવી સાથે રેકોર્ડ પર કહેવા તૈયાર નથી. પરંતુ કોંગ્રેસ, ભાજપ, તૃણમૂલ અને બીજેડીના મહત્વના નેતાઓએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. બીજુ જનતાદળના એક સાંસદે કહ્યું હતું કે તેઓ રાજકીય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરજ્જા સાથે સુસંગત થઇ શકે એવા નેતા છે અને તેઓ બિનએનડીએ પક્ષ તરીકે મહત્વની ભૂમિકા ભજવવા ખુલું મન ધરાવે છે.