(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા.૧૩
પર્સ મળે અને અંદર રોકડ રકમ હોય તો આજકાલ તો ભલભલાની નિયત પર્સ હાથમાં આવતાં જ આંખનાં પલકારામાં બદલાઈ જાય છે પણ પ્રમાણિકતા હજુ મરી પરવારી નથી .
સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ ખાતે રહેતો અને મ્જીઝ્રના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો જગદીશ હરિસિંહ રાવ કે જે પ્રાંતિજ નાની ભાગોળ ખાતે રહે છે અને પોતે પ્રાંતિજ ત્રણ રસ્તા ઉપર આવેલ દેનાબેંકનાં એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા ગયો હતો ને ત્યાંથી પર્સ મળ્યું હતું જેમાં પંદર હજાર તથા બેંકનો ચેક તથા વિવિધ બેંકોના એટીએમ તથા કેર્ડીટ કાર્ડ હતા.
પ્રાંતિજ સ્ટેટબેંક ખાતે ફરજ બજાવતા તેના પિતા હરિસિંહ રાવને ફોન કરી જાણ કરી હતી. તેણે પિતાએ પુત્ર જગદીશને તરત જ પોતાની બેંકમાં બોલાવી પર્સ ખોલી અંદરથી સ્ટેટબેં નું એટીએમ કાઢીને સર્ચ મારતાં તેનો મોબાઈલ નંબર સહિત મળી આવતાં મુળ માલિક પ્રાંતિજ તાલુકાના કતપુર ગામના પટેલ રવિકુમાર રસીકભાઇ હોવાનું માલુમ પડતાં તેને ફોન કરી બેંકમાં બોલાવી અસલ માલિકને પિતા-પુત્રએ પર્સ પરત કર્યું હતું અને પર્સ મળતાં પર્સ માલિક રવિકુમાર ખુશ- ખુશાલ થઈ ગયાં હતાં જગદીશ અને તેના પિતા હરિસિંહ રાવનો આભાર માન્યો હતો ત્યારે આજના આ યંત્ર યુગમાં પણ હજું પ્રમાણિકતા હજુ મરી પરવારી નથી તેમ કહીએ તો નવાઈ નહી. લોકો માટે પ્રમાણિકતાનું પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડયું છે.
પ્રાંતિજ : કોલેજીયન યુવકે પૈસા ભરેલું પર્સ મૂળ માલિકને પરત કરી દીધું

Recent Comments