(એજન્સી) તા.૯
સરકારના ટોચના વકીલ કે.કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સામે દાખલ કરેલો અવમાનનાનો ગુરૂવારે પાછો ખેંચી લીધો હતો. આ કેસ સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર તરીકે સુપ્રીમ કોર્ટે એમ. નાગેશ્વર રાવની નિમણૂક વિરૂદ્ધ પ્રશાંત ભૂષણે કરેલી ટિ્‌વટ બદલ કરવામાં આવ્યો હતો. એટોર્ની જનરલ વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, પ્રશાંત ભૂષણને તેમની “ભૂલ વિશે ભાન થઈ ગયું છે.” પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે, તેમણે ટિ્‌વટ કરી “ખરેખર ભૂલ” કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત ભૂષણે ટિ્‌વટ કરી આશંકા વ્યક્ત કરી હતી કે, સરકારે રાવની નિમણૂક માટે કરવામાં આવેલી ઉચ્ચ સ્તરિય સમિતિની બેઠક વિશે ખોટી માહિતી આપી છે. પ્રશાંત ભૂષણ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કોર્ટમાં જણાવ્યું હતું કે, એટોર્ની જનરલનું નિવેદન સાંભળ્યા પછી તે તેમના સહકર્મી પ્રશાંત ભૂષણ વતી માફી માંગે છે. પ્રશાંત ભૂષણની માફી પછી વેણુગોપાલે કહ્યું હતું કે, તે આ બાબતમાં પ્રશાંત ભૂષણને સજા મળે તેમ ઈચ્છતા નથી.

એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલા અવમાનનાના કેસમાં ન્યાયાધીશને દૂર કરવાની માંગણી કરનારા પ્રશાંત ભૂષણનો માફી માંગવાનો ઈન્કાર

(એજન્સી) તા.૭
સીબીઆઈના વચગાળાના વડા તરીકે એમ. નાગેશ્વર રાવની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક વિશે સરકાર દ્વારા ખોટી જાણકારી અપાઈ હોવાની આશંકા દર્શાવ્યો ટવીટ કરવા બદલ અવમાનનાના કેસનો સામનો કરી રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ગુરૂવારે તેમની ભૂલ સ્વીકારી માફી માંગી હતી. પરંતુ સાથે સાથે ભૂષણે કોર્ટમાં એક અરજી દાખલ કરી માંગણી કરી હતી કે, કે.કે. વેણુગોપાલ દ્વારા દાખલ કરવામાં આવેલા અવમાનનાના કેસની સુનાવણી માંથી જસ્ટિસ અરૂણ મિશ્રા પોતાને દૂર કરે. ભૂષણે જસ્ટિસ મિશ્રાને દૂર કરવાની માંગણી કરવા બદલ વૈચ સમક્ષ માંગવાનો પણ ઈન્કાર કર્યો હતો. જો કે વેણુગોપાલે કહ્યું હતું કે તે ભૂષણના આગળના નિવેદનને ધ્યાનમાં રાખી આ બાબતમાં તેમના વિશે કોઈ અન્ય ઈચ્છતા નથી. પરંતુ સુપ્રીમકોર્ટની બેંચે કહ્યું હતું કે તે આ મહત્વના મુદ્દા પર ધ્યાન આપશે કે શું કોઈ વ્યકિત લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે કોર્ટમાં ન્યાયધીશ બાબતની ટીકા કરી શકે છે. હવે કોર્ટ ૩ એપ્રિલના રોજ આ કેસની આગળ સુનાવણી કરશે.