(એજન્સી) પટણા, તા.૧૬
જનતા દળ(યુ)ના નેતા નીતિશકુમારે મંગળવારે પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ચૂંટણીના રણનીતિજ્ઞ પ્રશાંત કિશોરને નિયુક્ત કર્યા છે. કિશોર અગાઉ અનેક પાર્ટીઓ માટે રણનીતિજ્ઞની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. હાલમાં કિશોરે બિહારમાં સત્તારૂઢ જનતા દળ(યુ) પાર્ટી સાથે જોડાયા છે. કિશોર રાજ્યના મુખ્યમંત્રી નીતિશકુમારની લગોલગ ઊભા રહી તસવીર પડાવતા જોવા મળ્યા હતા. પાર્ટીના પ્રવક્તા કે.સી.ત્યાગીએ જણાવ્યું કે, કિશોરની નિમણૂક પાર્ટીને પરંપરાગત સમર્થન માળખાથી સામાજિક આધાર સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થશે.