(એજન્સી) તા.૧પ
ભાજપે કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માગણી કરી છે. ભાજપના રાજ્ય મહાસચિવ સી.ટી.રવિએ જણાવ્યું હતું કે, પાર્ટીએ સ્પીકર કે.આર.રમેશકુમારને અવિશ્વાસ પ્રસ્તાવ માટેની નોટિસ આપી હતી. છેલ્લા બે અઠવાડિયા દરમિયાન કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ૧૬ ધારાસભ્યો અને ર અપક્ષ ધારાસભ્યોના રાજીનામા પછી કર્ણાટક સરકાર સામે સંકટ ઊભું થયું હતું. જો કે, સ્પીકરે આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા ન હતા. આ બાબત વિશેનો કેસ સુપ્રીમકોર્ટમાં પેન્ડિંગ છે. જેના વિશે આજે ૧૬ જુલાઈના રોજ સુનાવણી થશે. બીજી તરફ મુખ્યમંત્રી કુમારસ્વામીએ પણ ૧ર જુલાઈના રોજ જાહેરાત કરી હતી કે તેમની સરકાર ગૃહમાં વિશ્વાસ મત પૂરવાર કરશે.