જ્યારે પ્રથમ નજરે કોઈની પ્રત્યે આકર્ષણ થાય તો તેને પહેલી નજરનો પ્રેમ કહેવાય પરંતુ છેલ્લી બે તસવીરોને આ વાક્ય લાગુ પડતું નથી. તેને આપણે પહેલી નજરની લડાઈ કહી શકીએ.
પ્રથમ તસવીર ભારતની છે જેમાં કોબ્રા અને નાનકડો, નાજુક સુંદર સાપ એકબીજાની સામ સામે આવી ગયા બાદ એકબીજાને સંમોહિત આંખે જોઈ રહ્યાં છે.
પરંતુ બીજી તસવીર પ્રથમ નજરે પ્રેમની નહીં પણ પ્રથમ નજરે જ લડાઈની છે. એકબીજાની સામ સામે આવી ગયા બાદ આ નાનકડો સાપ વિશાળ કોબ્રાના માથાના ભાગે ડંખ મારવા માટે આગળ વધ્યો હતો અને તેણે કેટલી મોટી હિંમત કરી હતી તેનો ખ્યાલ તસવીર પરથી જ આવી જાય છે.