પ્રાંતિજ,તા.ર૯
સાબરકંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે બનેલ ચકચારી ખંડણીના બનાવનો ભેદ પ્રાંતિજ પોલીસ ઉકેલી નાખ્યો છે.
જેમાં ગત તા. ૨૪/૬/૧૮ના રોજ પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઇ ગામે રહેતા ફરિયાદી સુનીલકુમાર રામકુમાર શર્માએ પ્રાંતિજ પો.સ્ટે. આવી જાહેર કરેલ કે, ગત તા.૨૩/૬/૧૮ના રોજ પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતેથી આ કામના આરોપીઓએ પોતાનો ઇરાદો પાર પાડવા સારૂ પુર્વયોજીત કાવતરૂ રચી ફરી.શ્રીને ટેન્કર બનાવી આપવાનો ઓર્ડર આપવાનું કહી પ્રાંતિજ ત્રણ રસ્તા બોલાવી ફરીનું અપહરણ કરી ગડદા-પાટુનો મારમારી ચંદુભાઇ ઉર્ફે પ્રહલાદભાઇ પટેલ (રહે.વડવાસા) પાસેથી ફરિયાદીને છોડવવા રૂપિયા પચાસ લાખની ખંડણીની માગણી કરી હતી. ખંડણી રૂપે રૂિપયા ૧૦,૦૦,૦૦૦/ વડવાસા ગામ પાસેથી લઈ સુનિલ શર્માને ઉતારી દઇ નાસી ગયા હતા. જે આધારે પ્રાંતિજ પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સાબરકાંઠા પોલીસ અઘિક્ષક શ્રી સૌરભસિંગે બનાવવાળી જગ્યાની વિઝીટ કરી ફરીયાદી તથા સાહેદોની જાતેથી પૂછપરછ કરી ગુનો શોધી કાઢવા સારૂ સૂચના આપી હતી. જે અન્વયે હિમતનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ ડી શ્રીવાસ્તવના માર્ગદશર્ન હેઠળ પ્રાંતિજ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી આર ચાવડા, પો.સ.ઇ શ્રી જે એમ પરમાર, એમ બી ગજ્જર તથા પ્રાંતિજ પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ગુનામાં ફરિયાદી નાણાં આપી શકવા સક્ષમ હોવાની માહિતી કોઇ જાણકાર માણસ પાસેથી જ મળી શકે. તેવી શંકાને આધારે અને ટેકનિકલ પધ્ધતિના ઉપયોગ કરી તેમજ ખાનગી બાતમીદારો દ્વારા અગાઉ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ ઇસમ અંગેની માહિતી મેળવતાં અને તેવા ઇસમોની તપાસ કરતાં તે દરમ્યાન શકમંદ સુનિલકુમાર બ્રહ્મદેવ શર્મા દારૂ પિધેલી હાલતમાં મળી આવેલ. તેની યુકતિ પ્રયુકતિથી પૂછપરછ કરતાં અને મોબાલઇની વિગતો તપાસતાં તે અંગે ક્રોસ ચેકીંગ કરતાં આરોપી ભાગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. આ ગુનો તેને તેના ફાયનાન્સ સાથે સંકળાયેલા સાગરીતો દેવેન્દ્રસીંહ ઉર્ફે દેવુસીંહ કરણસીંહ ચંદાવત (રહે. હાલ ૨૧/૩ રાધે રેસીડેન્સી નરોડા અમદાવાદ), યુવરાજસિંહ પ્રવિણસીંહ ચૌહાણ (રહે.નાંદીસણ તા.મોડાસા) તથા મયુર કુમાર બાબુભાઇ કડીયા (રહે.નાંદીસણ તા.મોડાસા)ની સાથે મળી ગાંધીનગર સરીતા ઉદ્યાન ખાતે ભેગા થઇ પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. આરોપી દેવેન્દ્રસિંહે રાકેશ પટેલ નામનું ખોટું નામ ધારણ કરી ફરિયાદીને ટેન્કર બનાવવાનો ઓર્ડર આપના બહાને પ્રાંતિજ ત્રણ રસ્તા બોલાવી ઈકો ગાડીમાં બેસી ફરિયાદીનું અપહરણ કરી ભિલોડા તાલુકા ચીભડીયા આંટાની સીમમાં લઇ જઇ ગડદા-પાટુનો મારમારી હાથ તથા મોઢુ બાંધી દઇ જીવતો છોડવા માટે રૂા.૫૦,૦૦,૦૦૦/- લાખની ખંડણીની માગણી કરી હતી. ત્યારે ચંદુભાઇ પટેલ પાસેથી ખંડણીની રકમ રૂા.૧૦,૦૦,૦૦૦/- મેળવી હતી. ત્રણે આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે અને ખંડણી રૂપે મેળવેલ રકમ પૈકી રૂપિયા ૨,૦૫,૦૦૦/- રીકવર કરવામાં આવેલ છે. તથા ગુનામાં વપરાયેલ મારક હથિયાર તથા વાહન (ઇકો ગાડી) રીકવર કરી ચકચારી બનાવનો પર્દાફાશ કર્યો છે.