હાલોલ, તા. ૩
હાલમાં ચાલી રહેલા પાટીદાર સમાજના અનામત આંદોલન અર્થે પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લાં દસ દિવસ થી ઉપવાસ પર ઉતરી પડતા તેના સમર્થનમા કાલોલ તાલુકાના ડેરોલ ગામે પાટીદાર સમાજના ૧૦૦ ઉપરાંત લોકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે.
હાર્દિક પટેલ છેલ્લા દસ દિવસથી પાટીદાર સમાજને અનામત મળી રહે તે માટે ઉપવાસ પર ઉતરી જતા ઠેર-ઠેર પાટીદાર સમાજ દ્વારા આવકાર મળી રહ્યો છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ડેરોલ ગામે પણ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં મંદીર ખાતે એકત્રીત થઇ હાર્દિકને સમર્થન આપી રહ્યાં છે જે પૈકી ૧૦૦ ઉપરાંત લોકો તેના સમર્થન અર્થે આજે કૃષ્ણ જન્મ દિન (જન્માષ્ટમી)ના દિને ઉપવાસ પર ઉતરી જતા પંચમહાલ જિલ્લાના રાજકારણમાં ખડખડાટ મચી જવા પામ્યો છે.સરકાર દ્વારા જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં આવે તો આવતી કાલે તા.૪ના રોજ લોક સમૂહમાં મુંડન કરવાના છે તેવું પાટીદાર સમાજના નીરવ પટેલે જણાવ્યું હતું.
કલોલના ડેરોલ ગામે પાટીદાર સમાજના ૧૦૦ જેટલા લોકો પ્રતીક ઉપવાસ પર

Recent Comments