(એજન્સી) તા.૧૧
૫ સપ્ટે.ના રોજ રાત્રે જાણીતા પત્રકાર અને માનવ અધિકાર કર્મશીલ ગૌરી લંકેશની બેંગ્લુરુમાં તેના જ નિવાસસ્થાન સામે ઠાર મારીને હત્યા કરવામાં આવી હતી. ગૌરી લંકેશ પોતાના સાપ્તાહિક ટેબલોઇડ ગૌરી લંકેશ પત્રિકાનાં તંત્રી હતાં. આ સાપ્તાહિકે જમણેરી પાંખના કોમવાદી રાજકારણ સામે અવાજ ઉઠાવ્યો હતો અને બેંગ્લુરુમાં હિંદુત્વ રાજનીતિનો સખત વિરોધ કર્યો હતો.
તેમના અંગ્રેજી અને કન્નડ બંને ભાષામાં જ્ઞાતિવાદ અને કોમવાદ વિરુદ્ધના જોરદાર લખાણોને કારણે તેઓ જમણેેરી પાંખના નિશાન પર આવી ગયા હતા. ૨૦૧૬માં ભાજપના બે સાંસદો વિરુદ્ધ ભ્રષ્ચાચારના ખોટા આક્ષેપો કરવા બદલ ગૌરી લંકેશને હેરાન કરવામાં આવ્યા હતા અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા.
પરંતુ તેમની વિરુદ્ધના આક્ષેપો બેબુનિયાદ હોવાથી ગૌરી લંકેશને એક જ દિવસમાં જામીન મળી ગયા હતા. ગૌરી લંકેશ સ્વયં જાણતા હતા કે તેઓ સંઘના રડાર પર છે પરંતુ તેમ છતાં તેમણે જમણેરી પાંખો અને હિંદુત્વ રાજનીતિ વિરુદ્ધ લખવાનું બંધ કર્યુ ન હતું. તેમની હત્યાના કારણે પ્રત્યેક નાગરિકને વિરોધ વ્યક્ત કરવાના મૂળભૂત અધિકાર તરીકે વાણી સ્વાતંત્ર સુરક્ષિત કરવાની જરૂર છે અને અખબારી સ્વાતંત્રને ગૂંગળાવવા માટે રાજ્ય તરફથી વધતા જતા પ્રયાસોની ચર્ચા હવે ગૌરી લંકેશની હત્યાના પગલે ખાસ કરીને કર્મશીલ વર્તુળોમાં છેડાઇ છે અને આ અંગે ચિંતા વધુ ઘેરી બની છે.
લોકતાંત્રિક ભાવનાનો ભંગ કરીને સરકાર અને તેના સહયોગીઓ દ્વારા પોતાની સત્તાને પડકારનારા નાગરિકો પર પ્રહારો કરવાના અવારનવાર પ્રયાસો કરવામાં આવે છે. ૧૮મી જુલાઇએ પીઢ પત્રકાર પરંજય ગુહા ઠાકુરતાએ અદાણી દ્વારા નાણાની ઉચાપત અંગે એક લેખ પ્રસિદ્ધ કરીને ડાબેરી તરફ ઝોક ધરાવતા ઇકોનોમિક એન્ડ પોલિટીકલ વિક્લીના તંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું.
કમનસીબે કેટલાક સ્થાનિક પત્રકારો કે જેમની કોઇ એજન્સી હોતી નથી અને કાશ્મીર કે છત્તીસગઢ જેવા સંઘર્ષમય પ્રદેશોમાં લખે છે તેમના પર હંમેશા ખતરો ઝળુંબતો હોય છે. આ વિસ્તારોમાં પત્રકારોને સતત મારી નાખવાની ધમકીઓ મળતી હોય છે. પત્રકારો, લેખકો, માનવ અધિકાર કર્મશીલો, વિદ્યાર્થીઓ અને રાજકીય નેતાઓને કટ્ટરતાવાદ સાથે તેમના ઉદામવાદી વિસંવાદિતા બદલ તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થતી હોય છે.
પ્રતિકારને હિંસક અને શત્રુતાભરી પ્રતિક્રિયાને રાજ્યના માળખાગત સહયોગ મળતો હોય છે અને તેથી હિંસાખોરો બિન્દાસ્ત રીતે હિંસાચાર આચરતા હોય છે. લોકશાહીના માધ્યમ દ્વારા આજે ફાસીવાદીઓ સત્તા પર આવી ગયા છે. વાણી સ્વાતંત્ર્ય, ભારતીય લોકતંત્ર અને ગૌરી લંકેશની હત્યા દર્શાવે છે કે પ્રતિકાર સામે હવે ગોળીથી કામ લેવામાં આવે છે.