પ્રાંતિજ,તા.૩૧
પ્રાંતિજ ખાતે સુજલામ-સુફલામ જળ અભિયાન ૨૦૧૮ સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં ભાંખરીયા તળાવ ખાતે કળશ પુંજા તથા નર્મદા જળપૂજન વિધિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પ્રાંતિજ ખાતે રાજ્ય સરકારે ૧લી મેથી ૩૧ મી મે દરમિયાન સુજલામ-સુફલામ જળ અભિયાન દ્વારા ગુજરાત સહિત જિલ્લાઓમાં જળસંચય માટે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓ, ઉધોગગુહો તથા રાજય સરકારના સહિયોગથી જિલ્લામાં આવેલ વિવિધ તળાવો ઉડા કરવા. સફાઇ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામા આવી હતી. તો આજે પ્રાંતિજ ખાતે જિલ્લાનો સમાપન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાંખરીયા તળાવ ખાતે કળશ પુજા, નર્મદા જળ પૂંજા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. તો શેઠ.પી.એન્ડર હાઇસ્કૂલના વિશાળ મેદાનમા સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રિય મંત્રી હરિભાઇ ચૌધરી, સાસંદ દિપસિહ રાઠોડ, પ્રાંતિજ- તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન, જિલ્લા કલેક્ટર, ઇડર- હિંમતનગરના ધારાસભ્યો સહિત ભાજપ આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તો કાર્યક્રમ દરમ્યાન સભા મંડપમાં ખુરશીઓ ખાલી જોવાં મળી હતી. આવેલ મહેમાનો દ્વારા ટાઇમના અભાવે વૃક્ષા રોપન કાર્યક્રમ પણ થઈ શક્યો નહતો. તો જળસંચય કામગીરીના દાંતા ઓનુ અને સારી કામગીરી કરનારાઓનુ કાર્યક્રમ દરમ્યાન શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.