ગાંધીનગર, તા.૧૪
ગાંધીનગરના મેયર પ્રવીણ પટેલે મેયર અને કોર્પોરેટર પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ઘણા સમયથી પ્રવીણ પટેલના પદને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે પ્રવીણ પટેલે રાજીનામુ આપતા રાજકારણ ગરમાયુ છે.
મહત્ત્વનું છે કે, ભાજપમાંથી કોંગ્રેસમાં જઇ મેયર પદની માંગણી કરી હતી. પરંતુ તેમને મેયર ન બનાવાતા ફરી ભાજપમાં જોડાયા હતા અને તેઓ ગાંધીનગરના મેયર બની ગયા હતા. જો કે, પ્રવીણ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા ભારે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો.
મહત્ત્વનું છે કે, ભાજપે પ્રવીણ પટેલને પક્ષપલટાનો શરપાવ આપીને મેયરપદ આપી દીધું હતું. ભારે હોબાળા વચ્ચે મેયરની ચૂંટણી યોજાઈ હતી અને ૧૭ મત સાથે પ્રવીણ પટેલ મેયર પદે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે હવે તેમણે રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.