(એજન્સી) અલ્હાબાદ, તા.ર૯
ઈન્ટરનેશનલ હિન્દુ પરિષદના પ્રમુખ ડૉ.પ્રવિણ તોગડિયાએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ અંગે અત્રે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે મોદીને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે કાનૂન પસાર કરાવી અયોધ્યામાં રામમંદિર બનાવાનું હતું તો કારસેવકો પર ગોળીઓ કેમ ચલાવી હતી ? તે માટે કોણ જવાબદાર હતું ? હવે શું કાર્યવાહી થશે ? તેમણે કહ્યું કે દેશનો ભરોસો ભાજપ અને મોદી પરથી ઉઠી ગયો છે. હવે લોકો સમજી ગયા છે કે, અમારા વડાપ્રધાન ઝુમલેબાજ અને બયાન બહાદૂર છે. તેમના વશમાં રોજગાર પણ નથી કે દેશને સંભાળી શકતા નથી. પરંતુ મોદી ગપ્પા મારી દેશની સવા સો કરોડ જનતાને ગુમરાહ કરે છે. ભાજપના નેતાઓને ઘણીવાર મળી રામમંદિર નિર્માણના પ્રયાસો કર્યા હતા પરંતુ નિષ્ફળ ગયા.