(એજન્સી) જયપુર,તા.૧
આતંરરાષ્ટ્રીય હિંદુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ફરીવાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદો ઉઠાવ્યો છે. પ્રવિણ તોગડિયાએ કહ્યુ કે, ભાજપે દિલ્હીમાં ૫૦૦ કરોડનું કાર્યાલય બનાવ્યું પરંતુ આજે પણ અયોધ્યામાં ભગવાન રામ તંબુમાં બેઠા છે. તોગડિયાએ આ પ્રકારનું નિવેદન જયપુરમાં આયોજિત એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન આપ્યું હતું. તોગડિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારે પોતાનું નવું કાર્યલય બનાવવા માટે ધ્યાને કેન્દ્રીત કર્યુ પરંતુ રામ મંદિરના નિર્માણ માટે ભાજપને કોઈપણ પ્રકારની ચિંતા નથી. પ્રવિણ તોગડિયાએ રામ મંદિર નિર્માણ મામલે આંદોલન કરવાની ચીમકી આપી છે. પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ માટે ૨૧ ઓક્ટોબરના રોજ અયોધ્યા માટે કુચ કરવામાં આવશે, જેમાં લાખો લોકો જાડાશે. અયોધ્યામાં રામ મંદિર મામલે સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિર નિર્માણ મામલે નિવેદન આપ્યું હતું. જો કે બાદમાં મોહન ભાગવત પણ રામ મંદિર મામલે મૌન થયા છે. સંઘના વિચારમાં આવેલા બદલાવથી કરોડો હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. તોગડિયાએ વધુમાં કહ્યું કે, રામ મંદિર નિર્માણ માટે ભાજપે સત્તામાં આવતા પહેલા કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજદીન સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવામાં આવ્યો નથી. સરકારે દેશની જનતાને માત્ર વાયદો કરીને વિશ્વાસઘાત કર્યો છે.
ભાજપે ૫૦૦ કરોડમાં પોતાની ઓફિસ બનાવી લીધી, તે રામ હજી તંબુમાં બેઠા છેઃ તોગડિયા

Recent Comments