પ્રેમ અને લાગણીપૂર્વક કુશળતાથી તમામ જવાબદારીઓ પોતાના ખભા પર ઉપાડી લેવી એ એક માતાની આગવી લાક્ષણિકતા છે અને પ્રાણીઓ સાથે ખરાબ વર્તન ન કરવું એ માનવતાની નિશાની છે.
પ્રથમ તસવીરમાં ઈરાકી દળો અને આઈએસઆઈએસના આતંકીઓ વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચેથી નાસી છૂટેલા આ માતા-પુત્રએ લાંબી અને જોખમી યાત્રા પગપાળા ખેડી હતી ત્યારબાદ આ બાળક પોતાની માતાના ખભા પર માથું રાખીને નિશ્ચિંત થઈને સૂઈ ગયું હતું કારણ કે તેને તેટલો વિશ્વાસ છે કે ગમે તેટલી ભયંકર પરિસ્થિતિમાં પણ તેની માતા તેની તારણહાર બનશે.
૧૮ મેના રોજ ઈંગ્લેન્ડના ડેવોનમાં એક્સેટર નજીક આવેલા કલીસ્ટ સેન્ટ મેરીના શો ગ્રાઉન્ડ અનેે વેસ્ટ પોઈન્ટ અખાડામાં ૧રરમાં ડેવોનકાઉન્ટી કાર્યક્રમના પ્રથમ દિવસના અંતમાં એક વ્યક્તિ વરસાદમાં પોતાના શ્વાનને ખૂબ જ કાળજીપૂર્વક લઈ જઈ રહ્યો છે. જાણે કે કોઈ પિતા પોતાના બાળકને લઈ જઈ રહ્યો હોય. ૧૮૭રમાં સ્થપાયેલા પ્રાંતમાં આજે દક્ષિણ પશ્ચિમનો સૌથી મોટા પ્રાંતિય કાર્યક્રમો થાય છે અને તે સમગ્ર સીઝન દરમ્યાન પડદો ંઊંચકનાર તરીકે જોવા મળે છે ત્યાં કૃષિ પશુધન અને ઉત્પાદનનું પ્રદર્શન કરવામાં આવે છે છતાં તેને સમગ્ર કૃષિ ઉદ્યોગના સ્વાસ્થ્ય માટેના બેરોમીટર તરીકે જોવામાં આવે છે.