(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
સુરત જિલ્લાના કડોદરા જીઆઇડીસી ખાતે રહેતી સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેણીને સગર્ભા બનાવી, પ્રેમી નાસી છુટયો હતો. જ્યારે પ્રેમિના મિત્રે સગીરાની વિવશતાનો લાભ લઇ તેણીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે બન્ને ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામના પ્રથમ પાર્ક ખાતે મહંમદ સહજાનંદ ઝબ્બાર અને મહંમદ ગુલઝાર ઝબ્બાર રહે છે. આ વિસ્તારમાં રહેતી એક ૧૪ વર્ષ ૯ મહિનાની સગીરાને પ્રેમસંબંધમાં ફસાવી દઈ લલચાવી પટાવી અવર-નવર શારીરિક સંબંધ મહંમદ સહજાદે બાંધ્યો હતો. વારંવાર શરીર સંબંધ બાંધતા સગીરાને પાંચ મહિનાનો ગર્ભ પણ રહ્યાં છે. સગીરા સગર્ભા બની જતા મહંમદ સજાદ પોતાના ગામમાં જતો રહ્યો હતો. આ દરમિયાન આરોપી નંબર-૨ મહંમદ ગુલઝાર ઝબ્બાર અંસારીએ સગીરાને પોતાના ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. સગીરાની માતાએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની પોકસો તથા બળાત્કારની કલમ હેઠળ ધરપકડ કરી લીધી હતી.