માળીયા હાટીના, તા.૯
માળીયા હાટીના તાલુકાનાં કડાયા ગામની એક મહિલા સાથે પ્રેમસંબંધ રાખી તેમજ તેને બદનામ કરવાની ધમકી આપી તેના પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર માળિયા હાટીના તાલુકાના કડાયા ગામે રહેતી એક મહિલાને ગામમાં જ રહેતા રણજીત ગેલાભાઈ ચુડાસમા સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે પ્રેમસંબંધ રાખી બદનામ કરવાની ધાક ધમકી આપી કડાયા ગામે તથા દેવળીયા બાજુ જંગલમાં અને શ્રીરામ ગેસ્ટ હાઉસ જૂનાગઢ ખાતે ફરિયાદી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરી તેમજ ફરિયાદી સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ઝાપટોથી માર મારી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ગત તા.૭-૬-ર૦૧૮ કલાક ૧૧.૦૦ના સુમારે તથા તે પહેલાં પાંચ વર્ષ સુધી અવારનવાર બનાવ બન્યો હોવાનું આ ફરિયાદમાં દર્શાવેલ છે.
પોલીસે આરોપી વિરૂદ્ધ ૩૭૬, ૩ર૩ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની તપાસ માળિયા હાટીના પોલીસ સ્ટેશનનાં પીએઈઆઈ એન.કે.વિંઝુડા તપાસ ચલાવી રહ્યા છે.