કોડીનાર,તા.રર
કોડીનારની પરિણીતા ત્રણ સંતાનોને મુકી પ્રેમી સાથે પલાયન થઈ ગયાની લેખિત ફરિયાદ પરિણીતાના પતિએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ અંગે મેમણ કોલીનીમાં રહેતા આરીફ ઈસ્માઈલભાઈ હાલાઈએ કોડીનારના પી.આઈ.ને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ આરીફભાઈના લગ્ન ૧પ વર્ષ પહેલાં કોડીનારના કરીમભાઈ અલીમહમદભાઈ હાલાઈની પુત્રી રોશનબેન સાથે થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન તેમને બે પુત્રો અને એક પુત્રી પણ થયા હતા. ગત ઓગષ્ટ મહિનામાં રોશનબેન માવતરે રોકાવા જવાનું કહી ઘરે કોઈને કહ્યા વગર ૬પ ગ્રામ સોનાના દાગીના અને રૂા.૪૬,૦૦૦ લઈ ગયા બાદ ઘરે પરત ન ફરતા અને આગેવાનોએ સમજાવવા છતાં પણ પરત ન ફરતા ગત તા.૧૩/૮/૧૮ના રોજ રોશનબેન માવતરેથી સંતાનોને મૂકી ચાલ્યા જતા આ અંગે રોશનબેનના પિતાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ આજ દિવસ સુધી તેનો કોઈ પતો ન લાગતા રોશનબેનના પતિ આરીફભાઈએ રોશનબેનને સુગર ફેક્ટરી રોડ ઉપર ભંગારનો વેપાર કરતો બિહારના શખ્સ ગુલામખ્વાજા સાથે પ્રેમ સંબંધ હોય ગત તા.૧૩/૮/૧૮ના રોજ ગુલામખ્વાજા અને તેના પિતા અબુલઅલ મોલના અને તેના સાગરિતો રોશનબેનને બિહાર સાઈડ ભગાડી લઈ જઈ ત્યાં ગેરકાયદેસર લગ્ન કરી ગુનો કર્યો હોય આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કડક પગલાં ભરવા ફરિયાદમાં જણાવ્યું છે.