(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
ભારતમાં ૭૧ ટકા લોકોને પ્રેસની આઝાદી ખતરામાં દેખાય છે. એક સર્વેક્ષણથી આ પરિણામ સામે આવ્યું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ‘નેતા’ એપ દ્વારા દેશમાં પ્રેસની આઝાદી અંગે લોકોનો અભિપ્રાય લીધો હતો. જેમાં ૧૯ રાજ્યોના ૭પ હજાર લોકોએ ભાગ લીધો. સર્વેક્ષણ મુજબ ૭૧ ટકા લોકોને લાગે છે કે ભારતમાં પ્રેસની આઝાદી ખતરામાં છે. જ્યારે ર૬ ટકા લોકોનું માનવું છે કે પ્રેસની સ્વતંત્રતા પર્યાપ્ત છે. ત્રણ ટકા લોકોએ કોઈ અભિપ્રાય આપ્યો ન હતો. નેતા એપના સંસ્થાપક પ્રથમ મિત્તલે કહ્યું કે અમારા ડેટા મુજબ આ વિચાર બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વધુ છે. કેરળ, તામિલનાડુ, દક્ષિણી રાજ્યોમાં આ મત ઓછો છે. સર્વેક્ષણ મુજબ ઝારખંડમાં ૮૮.૮૯ ટકા ઉત્તરદાતાઓને લાગે છે કે ભારતમાં પ્રેસની સ્વતંત્રતાને ખતરો છે. જ્યારે તેલંગાણામાં પપ ટકા લોકોને પ્રેસની સ્વતંત્રતા ખતરામાં લાગે છે.
મીડિયાની આઝાદી સંબંધિત રિપોર્ટસ વિધાઉટ બોર્ડસના વાર્ષિક રિપોર્ટમાં ભારતનું સ્થાન ખસી ગયું છે. ૧૮૦ દેશોમાં ભારત ૧૪૦મા સ્થાન પર છે. આ વર્ષે એપ્રિલ માસમાં બહાર પડાયેલ રિપોર્ટમાં ભારતમાં ચૂંટણી પ્રચારના દોરમાં પત્રકારો માટે સૌથી ખતરનાક સમય ગણાવ્યો છે. વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્ષ ર૦૧૯ એટલે કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક ર૦૧૯માં નોર્વે ટોમના સ્થાને છે. આ રિપોર્ટમાં બતાવાયું છે કે દુનિયાભરના પત્રકારો પ્રત્યે દુશ્મનીની ભાવના વધી રહી છે. તેના કારણે ભારતમાં ગયા વર્ષે કામના કારણે ઓછામાં ઓછા છ પત્રકારોની હત્યા કરી દેવાઈ. સૂચકાંકમાં કહેવાયું છે કે ભારતમાં પ્રેસની આઝાદીની હાલની સ્થિતિમાં એક પત્રકાર સામે હિંસા છે. જેમાં પોલીસની હિંસા, નકસલીઓનો હુમલો, અપરાધી સમૂહો અથવા ભ્રષ્ટ રાજનીતિજ્ઞોની પ્રતિશોધ સામેલ છે. ર૦૧૮માં પોતાના કામના કારણે ઓછામાં ઓછા છ પત્રકારોએ જાન ગુમાવ્યા. રિપોર્ટ મુજબ હત્યાઓ બતાવે છે કે ભારતીય પત્રકારો ઘણા ખતરાઓનો સામનો કરે છે. જેમાં બિનઅંગ્રેજી મીડિયાના પત્રકારો સામેલ છે. ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં સત્તાધારી ભાજપના સમર્થકો દ્વારા પત્રકારો પર હુમલા વધી રહ્યા છે. ર૦૧૯ના સૂચકાંકમાં જોવા મળ્યું કે પત્રકારો સામે ઘૃણા હિંસામાં બદલાઈ ગઈ. જેથી દુનિયાભરમાં ડર વધ્યો. રિપોર્ટમાં ભારતના સંદર્ભમાં હિન્દુત્વને નારાજ કરવાવાળા વિષયો પર બોલવાવાળા પત્રકારો સામે સોશિયલ મીડિયા પર ઘૃણિત અભિયાનો પર ચિંતા વ્યક્ત કરાઈ. રિપોર્ટ મુજબ જ્યારે મહિલાઓને નિશાન બનાવાય છે ત્યારે અભિયાન ઉગ્ર બની જાય છે. ર૦૧૮માં ભારતના મીડિયામાં મી ટુ અભિયાન શરૂ થવાથી મહિલા સંવાદદાતાઓના સંબંધમાં ઉત્પીડન અને યૌન હુમલાના ઘણા કિસ્સાઓ પરથી પડદો હટ્યો હતો.
૭૧ ટકા લોકોએ માન્યું કે ભારતમાં પ્રેસની આઝાદી ખતરામાં છે

Recent Comments