(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ઘણા પત્રકારો અને કાર્યકર્તાઓએ મંગળવારે નરેન્દ્ર મોદી સરકાર પર પત્રકારોની વચ્ચે ‘ભયનો માહોલ’ પેદા કરવા બદલ પ્રહારો કર્યા છે.
‘સેફગાર્ડિંગ ધ કોન્ટિસ્ટટયુશન આર ધ પિલર્સ ઓફ ડેમોક્રેસી ક્રમ્બલિંગ’ નામના કાર્યક્રમમાં પેનલના સભ્યો દ્વારા પ્રેસની સ્વતંત્રતા બાબતે ‘મૂંઝવણ’ અને બેંગલુરૂમાં થયેલી પત્રકાર ગૌરી લંકેશની હત્યાની નિંદા કરી હતી.
‘‘…..(વડાપ્રધાન નરેન્દ્ર) મોદીએ તેમની સરકારના ત્રણ વર્ષમાં એક પણ વાર પત્રકાર પરિષદ યોજી નથી. તેઓ ‘મન કી બાત’ના રેડિયો કાર્યક્રમ દ્વારા માત્ર એક પક્ષીય સંવાદ કરવા ઈચ્છે છે તેમ ન્યુ ઈન્ડિયન એકસપ્રેસના કન્સલ્ટિંગ એડિટર ગુરબીરસિંઘે જણાવ્યું હતું. એન.ડી.ટી.વી. ન્યૂઝ ચેનલ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકીને તેને દબાણ હેઠળ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
કવિ અને વૈજ્ઞાનિક ગૌહર રઝાએ કહ્યું કે, ‘આપણો સમાજ વિવિધ પક્ષોનો એક સમૂહ છે. તો આવા કામનો (બંધારણ) જન્મ કઈ રીતે થયો ? મને હંમેશા એક વાતનું આશ્ચર્ય થાય છે કે, જો લોકશાહીના આ પાયાઓ (ન્યાયતંત્ર, વિધાનસભા, કારોબારી અને મીડિયા) જો એક પછી એક ક્ષીણ થઈ જશે તો તેમને ફરીથી ઉભા કરવાની કિંમત ખૂબ જ મોંઘી પડશે. તેથી હું કહું છું કે જે લોકો આ લોકશાહીના ચારેય પાયાઓને વિભાજીત કરવાની કોશિશ કરી રહ્યા છે, તેમનો વિરોધ કરવાની જરૂર છે.
તેમણે એવી દલીલ પણ કરી હતી કે જો કોઈ વ્યક્તિ સરકાર દ્વારા ઉપજાવવામાં આવેલા કોઈ મુદ્દાને બંધારણના લખાણ અનુસાર વિરોધ કરે, તો તે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યો છે.
નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વિમેનના મહાસચિવ એની રાજાએ જણાવ્યું હતું કે, મોદીથી લોકોનો મોહ ભંગ થઈ ગયો છે. તેણીએ જણાવ્યું કે, તેમણે આપણને મેક ઈન ઈન્ડિયા, સૌનો સાથ સૌનો વિકાસ જેવા સૂત્રો આપ્યા પરંતુ તેમણે એક પણ વખત મહિલા અનામત બિલનો ઉલ્લેખ કર્યો નથી. તેઓ વધતી જતી મુસ્લિમોની સંખ્યાને કાબૂમાં લાવવા માટે તથા તેમના પ્રચારને આગળ ધપાવવા માટે એક બાળ-પ્રભાવી મશીન તરીકે, મહિલાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.