નવી દિલ્હી, તા.ર૧
કિંગ્સ ઈલેવન પંજાબની ઓનર પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમા તે મુંબઈ ઈન્ડિયન્સના બહાર થવાથી ખુશ જણાઈ રહી છે. વીડિયો શેર કરી રહેલા લોકોને લાગી રહ્યું છે કે પ્રીતિ મુંબઈ ઈન્ડિયન્સના પ્લે ઓફમાં ન પહોંચવાની વાત કરીને ખુશ થઈ રહી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ આ જ સવાલ પૂછી રહ્યા છે કે શું પ્રીતિ મુંબઈના બહાર થવાથી ખુશ હતી ? લોકોને આ વીડિયો જોઈ આવું જરૂર લાગી રહ્યું હશે જ્યારે લોકોએ પ્રીતિને આ વિશે સવાલ પૂછ્યો તો તેણે સ્પષ્ટતા કરી છે. પ્રીતિએ જણાવ્યું કે મુંબઈના હારવાથી જ તેની ટીમની તક બની શકતી હતી. એટલા માટે તેને ખુશી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલની સૌથી સફળ ટીમોમાં સામેલ છે તે અત્યારસુધી ત્રણવાર આ ટાઈટલ જીતી ચૂક્યું છે જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ હજુ સુધી એકેયવાર ચેમ્પિયન બની નથી.