કેપટાઉન,તા.૨
અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૦ માટે અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે. આ વિશ્વ કપ ૧૭ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી દક્ષિણ આફ્રીકામાં રમવામાં આવશે. વિશ્વ કપના ૧૩માં સંસ્કરણમાં ૧૬ ટીમ ભાગ લેશે. જેના ચાર ગ્રુપ હશે, ટીમમાં મુંબઇના યશસ્વી જયસ્વાલ અને અથર્વ અંકોલેકર જેવા મુંબઇના ક્રિકેટર સામેલ છે. ટીમની કપ્તાની મેરઠમાં જન્મેલા પ્રિયમ ગર્ગ કરશે.
ભારતીય ટીમના ગ્રુપ એમાં રાખાવામાં આવી છે. જેમા પહેલી વખત ક્વોલિફઇ કરનારી જાપાની ટીમ સિવાય ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ હશે,. પ્રત્યેક ગ્રુપની શીર્ષ બે ટીમ સુપર લીદ તબક્કા માટે ક્વોલિફાઇ કરશે.
અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી સૌથી વધારે ૪ વખત જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઇન્ડિયાના ૨૦૧૮માં અંડર ૧૯ વર્લ્ડ કપનો આ પહેલા પણ એવોર્ડ જીત્યો હતો. ત્યારે ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી હાર આપી હતી.
વિશ્વ કપ માટે ભારતની અંડર-૧૯ ટીમ : પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવચંદ જુરેલ (વિકેટકીપર અને ઉપ-કપ્તાન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભંગ હેગડે, રવિ બિશ્નોઈ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અથર્વ અંકોલેકર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટીલ.