(એજન્સી) તા.૧૧
લોકસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓ પોતાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પોતાની માવતા બતાવી ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.જણાવવામાં આવી રહ્યું છે કે, તેમણે ટ્યૂમરથી પીડિત એક બાળકીની મદદ માટે પોતાનો હાથ આગળ વધાર્યો. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સ્થિત કમલા નહેરૂ હોસ્પિટલમાં ટ્યૂમરથી પીડિત એક બાળકીને પોતાના ખાનગી વિમાન દ્વારા એઈમ્સમાં દાખલ કરાવી છે. જો કે, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ટ્યૂમરથી પીડિત એક બાળકી સારવાર માટે કમલા નહેરૂ હોસ્પિટલ પહોંચી, પરંતુ ત્યાં તેની સ્થિતિમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો. તેને જોઈને તેનો પરિવાર ઘણો હેરાન થઈ ગયો. આર્થિક રીતે નબળા પરિવારે મદદ માટે પ્રિયંકા ગાંધી સાથે સંપર્ક સાધ્યો. જેવી જ જાણ થઈ પ્રિયંકા ગાંધીએ તાત્કાલિક ધોરણે બાળકીની મદદ માટે પોતાનો હાથ આગળ કર્યો. સંજ્ઞાનમાં આવતા જ પ્રિયંકા ગાંધીએ તાત્કાલિક અલાહબાદ સંસદીય બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર યોગેશ શુક્લા માટેે ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લા અને પૂર્વ સાંસદ મોહમ્મદ અઝહરૂદ્દીનને તાત્કાલિક બાળકીને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાવવાના આદેશ આપ્યા. પ્રિયંકા ગાંધીના આદેશ મળતા જ તેમણે તાત્કાલિક બાળકીને એઈમ્સમાં દાખલ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. આ મામલામાં કોંગ્રેસ નેતા જીતેન્દ્ર તિવારીએ જણાવ્યું કે, બાળકીને તેના માતા-પિતાની સાથે પ્રાઈવેટ પ્લેન દ્વારા દિલ્હીની એઈમ્સમાં મોકલવામાં આવી. બાળકીની સાથે અઝરૂદ્દીન અને હાર્દિક પટેલ પણ ગયા છે, તેની સાથે રાજીવ શુક્લા શુક્રવારે મોડી રાત્રે દિલ્હી માટે ટ્રેનથી રવાના થયા. તેમણે જણાવ્યું કે, બાળકીના દાખલ કરવા દરમિયાન પ્રિયંકા ગાંધી પોતે દિલ્હી સ્થિત એઈમ્સમાં હાજર રહ્યા હતા.