(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વીય ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધીની વસ્તીની જનસભામાં એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને અપશબ્દો બોલાયા હતા. પ્રિયંકા કોંગ્રેસના ઉમેદવાર માટે જાહેરસભાને સંબોધવા પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં લોકોને કહ્યું, ખેડૂતો પર આપત્તિ આવી જ્યારે તેમના ખેતોને નુકસાન થયું જ્યારે રખડું પ્રાણીઓની સમસ્યાથી તેઓ હેરાન હતા ત્યાર સુધી વીમાનો પૈસો તેમની પાસે આવ્યા નહીં પ્રિયંકાએ કહ્યું, જો તમે દેશના ખેડૂતોની વચ્ચે જતાં, …. ગામે ગામ જતાં તો ઓછામાં ઓછું તમને આ જાણ થતી કે રખડું પ્રાણીઓના નામો શું રાખવામાં આવ્યા છે. …. નામની તો ખબર પડતી. કોંગ્રેસ મહાસચિવની આ વાત પર ટોળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે યોગીનું નામ લીધું.