(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૭
તાજેતરમાં પ્રખ્યાત માઈક્રો બ્લોગિંગ સાઈડ ટ્વીટર પર હેશટેગ સાડી ટ્વીટર છવાયેલું છે. તેના દ્વારા યુઝર્સ સિવાયના જુદા જુદા ક્ષેત્રની સેલિબ્રિટી મહિલાઓ સાડી પહેરેલી પોતાની તસવીરો પોસ્ટ કરી રહી છે. આ ટ્રેન્ડને ફોલો કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ‘# Saree Twitter’’ હેઠળ બુધવારે સાડી પહેરેલી પોતાની એક જૂની તસવીર શેર કરી. ત્યારબાદ ઘણા બધા સોશિયલ મીડિયા યુઝર્સ તેમને લગ્નતિથિ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. હકીકતમાં પ્રિયંકાએ ઈં સાડી ટ્વીટર ટ્રેન્ડ હેઠળ પોતાની જૂની તસવીર શેર કરી હતી કે જેમાં તેણીની ગુલાબી રંગની સાડીમાં જોવા મળી રહી છે. પ્રિયંકાએ પોતાની તસવીર શેર કરતાં લખ્યું છે કે મારા લગ્નના દિવસે (રર વર્ષ પહેલાં) સવારની પૂજા વેળાની તસવીર. ઉલ્લેખનીય છે કે, બે દિવસથી ટ્વીટર પર આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેના હેઠળ અત્યાર સુધીમાં ઘણી ફિલ્મ હસ્તીઓ, નેતા, ન્યૂઝ એન્કર્સ અને પોલીસ અધિકારીઓએ પણ સાડી પહેરેલી પોતાની તસવીર ટ્વીટર પર શેર કરી છે.
# સાડી ટ્વીટર ટ્રેન્ડ હેઠળ પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર સાડી પહેરેલી જૂની તસવીર શેર કરતાં લોકોએ લગ્નતિથિની શુભકામનાઓ પાઠવી

Recent Comments