(એજન્સી) તા.ર
દેશના લોકપ્રિય પત્રકાર રવીશકુમારને વર્ષ ર૦૧૯નો રેમન મૈગ્સેસે એવોર્ડ મળતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરી રવીશને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્‌વીટ કર્યું હતું કે સાચું બોલવાનું સાહસ અને ટીકાના વિવેકની જ્યોતને જીવંત રાખનાર પત્રકાર રવીશકુમારને રેમન મૈગ્સેસે એવોર્ડ મળવા બદલ અભિનંદન. હું તેમના ધૈર્યનો આદર કરું છું. પ્રિયંકા ગાંધી પહેલાં અરવિંદ કેજરીવાલ, અશોક ગેહલોત, મહેબૂબા મુફતી, ડેરેક ઓ’બ્રાયન પણ રવીશને અભિનંદન પાઠવી ચૂકયા છે.